SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ चैतद् विरुद्धत्वादुपपद्यते, कर्तृत्वं प्रमातृत्वं, कर्मत्वं च प्रमेयत्वम्, न चैतद् (चैषः) विरुद्धधर्माध्यासो युगपदेकस्य घटते, यद्विरुद्धधर्माध्यस्तं न तदेकं, यथा भावाभावौ, विरुद्धे च कर्तृत्वकर्मत्वे । अथोच्यते-न कर्तृत्वकर्मत्वयोर्विरोधः किन्तु कर्तृत्वकरणत्वयोः, केनैतदुक्तं विरुद्धधर्माध्यासस्य तुल्यत्वात् कर्तृत्वकरणत्वयोरेव विरोधो न कर्तृत्वकर्मत्वयोः ? । तस्मादहम्प्रत्ययग्राह्यत्वं परिहृत्याऽऽत्मनोऽधिष्ठातृत्वमेवोपपन्नम्, तच्च चेतनत्वमेव । ટીકાર્ય : વૈરપિ . પક્ષ: ! જે પણ મીમાંસકો વડે કર્મકર્તારૂપ આત્મા સ્વીકારાય છે, તેઓનો પણ પક્ષ યુક્ત નથી. કઈ રીતે મીમાંસકો કર્મકર્તારૂપ આત્મા સ્વીકારે છે તે તથાદિથી સ્પષ્ટ કરે છે – તથાર્દિ- તે આ પ્રમાણે – પ્રત્યય....વિ, અહંપ્રત્યયથી ગ્રાહા આત્મા છે, એ પ્રકારે તેઓની પ્રતિજ્ઞા છે અને અહંપ્રત્યયમાં કર્તુત્વ અને કર્મત્વ આત્માનું જ છે અર્થાત્ હું એ પ્રત્યય કરનાર આત્મા છે અને તે પ્રત્યયથી ગ્રાહા એવું કર્મપણું પણ આત્માનું છે માટે કર્તુપણું અને કર્મપણે આત્માનું છે. તેનું નિરાકરણ કરતાં સાંખ્યદર્શનકાર કહે છે – ૧ ૨ .......૩પપદ્યતે, વિરુદ્ધપણું હોવાથી=કર્તીપણું અને કર્મપણું વિરુદ્ધ હોવાથી, આ=કર્ત-કર્મરૂપ આત્મા સ્વીકારવો એ, ઉપપત્ર સંગત થતો નથી. કતૃત્વ અને કર્મત્વ કેમ વિરુદ્ધ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – સ્તૃત્વ ઘટતે, કર્તૃત્વ એટલે પ્રમાતૃત્વ અર્થાત્ અહં એ પ્રત્યય દ્વારા પોતાનું પ્રમાતાપણું અને કર્મત્વ એટલે પ્રમેયત્વ અર્થાત્ અહં પ્રત્યયથી ગ્રાહ્યપણું અને આ વિરુદ્ધ ધર્મોનો અધ્યાસઆરોપ, એકીસાથે એક્સે એક વસ્તુને, ઘટતો નથી. કેમ ઘટતો નથી ? તે સ્પષ્ટ કરે છે – યે .... મૈત્વે જે વિરુદ્ધ ધર્મ અધ્યસ્ત છે, તે એક નથી. જે પ્રમાણે ભાવ અને અભાવ અને કર્તુત્વ-કર્મત્વ વિરુદ્ધધર્મ છે તેથી વિરુદ્ધ ધર્મથી અધ્યસ્ત કર્તુત્વ-કર્મવરૂપ આત્મા સ્વીકારી શકાય નહીં. અથોતે – ૩થથી મીમાંસકો વડે કહેવાય છે – ન ઋતૃત્વ કરાયો:, કર્તૃત્વ અને કર્મત્વનો વિરોધ નથી, પરંતુ કર્તુત્વ અને કરણત્વનો વિરોધ છે. મૈતન્... વર્તુત્વ-ર્મત્વો: - ક્યાં કારણથી આ કહેવાયું પૂર્વમાં કહ્યું કે કર્તુત્વ અને કર્મત્વનો વિરોધ નથી પરંતુ કર્તુત્વ અને કરણત્વનો વિરોધ છે તે કયા કારણથી હેવાયું.
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy