SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ / સૂત્ર-૩૩ કર્માત્માને અવિદ્યાના અસ્વભાવરૂપ સ્વીકારવાથી શાસ્ત્રના વ્યર્થપણાનો દોષ વેદાંતવાદીને સાંખ્યદર્શનકારે આપ્યો. ત્યાં વેદાંતવાદી કહે કે જગત્વર્તી કર્માત્મા છે તેઓ અવિદ્યાસ્વભાવવાળા નથી પરંતુ અવિદ્યામય છે માટે તેઓના અવિઘામયત્વના નાશ અર્થે શાસ્ત્રને ઉપયોગી સ્વીકારી શકાશે. તેના નિરાકરણ માટે સાંખ્યદર્શનકાર કહે છે ૨૧૬ अविद्यामयत्वे સમ્બન્ધ: । અને જગતનું અવિદ્યામયપણું સ્વીકાર કરાયે છતે કોને અવિદ્યા છે ? એ પ્રમાણે વિચાર કરાય છે, પરમાત્માની તો અવિદ્યા નથી; કેમ કે (તેમનું) નિત્યયુક્તપણું છે અને વિદ્યારૂપપણું છે, કર્માત્માનું પણ પરમાર્થથી નિ:સ્વભાવપણું હોવાથી શશવિષાણતુલ્ય વસ્તુને કઈ રીતે અવિદ્યાનો સંબંધ થઈ શકે ? અર્થાત્ અવિદ્યાનો સંબંધ થઈ શકે નહીં. પૂર્વમાં વેદાંતવાદીએ કહ્યું કે આ જગત અવિદ્યામય છે, પરંતુ અવિદ્યાસ્વભાવવાળું નથી માટે અવિદ્યાના નાશ માટે સકલ શાસ્ત્રો વ્યર્થ થશે નહીં. ત્યાં સાંખ્યદર્શનકારે કહ્યું કે, અવિદ્યામય જગત્ સ્વીકારવામાં આવે તો કોની અવિદ્યા તેનો વિચાર કરવો પડે અને પરમાત્માની કે કર્માત્માની તે અવિદ્યા સંગત નથી તેમ બતાવ્યું. ત્યાં અથથી વેદાંતવાદી કહે છે - ઞથ ..... ઉન્મત્તે, આ જ અવિદ્યાનું અવિદ્યાપણું છે, જે અવિચારણીયપણું છે. અવિચારણીયપણું એટલે વિચારણાથી દિનકરથી-સૂર્યથી, સ્પર્શાયેલા નીહારની જેમ=હિમના કરાની જેમ, જે જ વિલયને પામે છે તે અવિદ્યા વ્હેવાય છે. મૈત્રં, – તેનો ઉત્તર આપતાં સાંખ્યદર્શનકાર કહે છે કે એ પ્રમાણે ન ક્લેવું. યદ્રસ્તુ .... અનુપપત્તે: । જે વસ્તુ કાંઈક કાર્ય કરે છે, તે અવશ્ય કોઈનાથી ભિન્ન કે અભિન્ન કહેવી જોઈએ અને અવિદ્યાનું સંસારસ્વરૂપકાર્યકર્તૃત્વ અવશ્ય સ્વીકારવું જોઈએ, અને તે હોતે છતે પણ અર્થાત્ અવિદ્યાનું સંસારસ્વરૂપકાર્યકર્તૃત્વ હોતે છતે પણ, જો અનિર્વાચ્યપણું કહેવાય છે=અવિદ્યા અવિચારણીય છે એમ કહીને અવિદ્યાનું અનિર્વાચ્ય સ્વરૂપ છે એમ કહેવાય છે, તો કોઈપણ વસ્તુનું વાચ્યપણું નહીં થાય. બ્રહ્મના પણ અવાચ્યપણાની પ્રસક્તિ=પ્રસંગ છે, તે કારણથી અધિષ્ઠાતૃપણારૂપના વ્યતિરેથી આત્માનું અન્ય સ્વરૂપ ઘટતું નથી અને અધિષ્ઠાતૃપણું ચિદ્રૂપ જ છે; કેમ કે તેનાથી વ્યતિરિક્ત કોઈ ધર્મના પ્રમાણની અનુપપત્તિ છે. ભાવાર્થ : વેદાંતવાદીઓ મોક્ષમાં આત્માનું કેવું સ્વરૂપ માને છે તે બતાવીને તેવું સ્વરૂપ માનવું ઉચિત નથી, પરંતુ પ્રસ્તુત સૂત્રમાં જેવું મોક્ષનું સ્વરૂપ બતાવ્યું છે તેવું સ્વરૂપ માનવું ઉચિત છે તે બતાવવા અર્થે પાતંજલદર્શનકાર કહે છે મોક્ષમાં આત્માને ચિદાનંદમય માનવાથી બ્રહ્માદ્વૈતની હાનિ જે વળી વેદાંતવાદીઓ મોક્ષમાં આત્માને ચિદાનંદમય માને છે તે યુક્ત નથી. કેમ યુક્ત નથી તે બતાવતાં કહે છે
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy