SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૩૩ તથાપ્તિ - તે આ પ્રમાણે – યસ્યામ્ ... ૩ જિયતે. જે અવસ્થામાં આત્મામાં સમવેત એવું સુખ ઉત્પન્ન થયે છતે તેનું અનુભવીપણું છે તે અવસ્થામાં દુ:ખ અનુભવીપણું નથી, આથી અવસ્થાના નાનાપણાને કારણે આત્માની અવસ્થાના જુદા જુદાપણાને કારણે, તેનાથી અભિન્ન એવા અવસ્થાવાળાનું પણ નાનાપણું-જુદા જુદાપણું, પ્રાપ્ત થાય અને નાનાપણાને કારણે=આત્માના જુદા જુદાપણાને કારણે, પરિણામીપણું હોવાથી આત્મત્વ જ ન થાય, વળી નિત્યપણું પણ ન થાય, આથી જ શાંતબ્રહ્મવાદી એવા સાંખ્યો વડે આત્માનું સદા સંસારઅવસ્થામાં અને મોક્ષઅવસ્થામાં હંમેશા જ, એકરૂપપણું સ્વીકારાય છે. ભાવાર્થ : પાતંજલદર્શનાનુસાર કૈવલ્યરૂપ મુક્તાત્માનું સ્વરૂપ : સાધના કરીને મુક્ત થયેલો આત્મા કેવલ્યરૂપ છે અર્થાત્ કેવલ એક છે તે કેવો છે ? તેનું સ્વરૂપ બતાવતાં પાતંજલદર્શનકાર કહે છે – પુરુષના કૈવલ્યનું સ્વરૂપ : પ્રકૃતિ સત્ત્વ, રજસ્ અને તમસગુણવાળી છે અને તે ત્રણે ગુણો પુરુપના ભોગ અને અપવર્ગ સંપાદન અર્થે પ્રવર્તે છે, તેથી સત્ત્વ, રજ અને તમોગુણવાળી પ્રકૃતિ સંસારઅવસ્થામાં પુરુષના ભોગ માટે પ્રયત્ન કરે છે અને યોગી જયારે સાધના કરે છે ત્યારે મોક્ષરૂપ પુરુષના પ્રયોજનને કરે છે. જ્યારે પુરુષના ભોગ અર્થે પ્રકૃતિ પ્રવર્તે છે ત્યારે સત્ત્વ, રજસ અને તમસગુણવાળી પ્રકૃતિનો અનુલોમ પરિણામ વર્તે છે, અને યોગી જયારે મોક્ષ માટે યત્ન કરે છે ત્યારે સત્ત્વ, રજસ અને તમસગુણવાળી પ્રકૃતિનો પ્રતિલોમપરિણામ વર્તે છે, જયારે પ્રતિલોમપરિણામની સમાપ્તિ થાય છે ત્યારે ગુણોના વિકારોનો અનુભવ છે તે પુરુષનું કેવલ્ય છે અથવા પુરુષની ચિશક્તિ છે તેની વૃત્તિના સારુષ્યની નિવૃત્તિ થયે છતે ચિતશક્તિ પોતાના સ્વરૂપમાં અવસ્થાન પામે છે તે કૈવલ્ય છે. આશય એ છે કે પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, તેથી તે બુદ્ધિ ચેતના જેવી બને છે અને તે બુદ્ધિમાં પાંચ પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, તે વખતે વ્યુત્થાનદશાવાળા પુરુષમાં વૃત્તિઓનું સારુય ભાસે છે અને યોગી જ્યારે યોગસાધના કરે છે ત્યારે વૃત્તિઓના સારુણ્યની નિવૃત્તિ થાય છે, તેના કારણે બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલા સર્વભાવો પ્રતિલોમપરિણામથી પ્રકૃતિમાં વિશ્રાંત થાય છે ત્યારે પુરુષની ચિશક્તિ પોતાના સ્વરૂપમાં અવસ્થાન પામે છે, પરંતુ બુદ્ધિમાં પ્રતિબિંબિત થતી નથી તે પુરુષનું કેવલપણું છે. સ્વમતની પુષ્ટિ અર્થે પાતંજલદર્શનકારનું કથન: વળી પાતંજલદર્શનકાર પોતાના મતને દઢ કરવા અર્થે કહે છે કે સંસારઅવસ્થામાં પુરુષ ક્ષેત્રજ્ઞ છે અને ક્ષેત્રજ્ઞ એવો પુરુષ કેવલઅવસ્થામાં અમે કહ્યો એવા સ્વરૂપવાળો કેવલ અમારા દર્શનમાં
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy