SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૩૧ ૧૯૯ અવતરણિકા : તત: નિમિત્યંત મીઠું – અવતરણિતાર્થ : ત્યારપછી શું થાય છે ?) એથી કહે છે – ભાવાર્થ : પાતંજલ યોગસૂત્ર ૪-૨૯માં કહ્યું કે ધર્મમઘસમાધિથી ક્લેશો અને કર્મોની નિવૃત્તિ થાય છે અને ૪-૩૦માં કહ્યું કે ધર્મને સમાધિથી ક્લેશો અને કર્મોની નિવૃત્તિ થાય છે ત્યારે સર્વ આવરણરૂપ મલ દૂર થવાથી જ્ઞાન અનંત થાય છે, ત્યારપછી તે ધર્મમઘસમાધિથી શું થાય છે ? તે પતંજલિઋષિ બતાવે છે. સૂત્ર : ततः कृतार्थानां परिणामक्रमसमाप्तिर्गुणानाम् ॥४-३१॥ સૂત્રાર્થ : ત્યારપછી ધર્મમેઘસમાધિથી જ્ઞાન અનંત પ્રાપ્ત થાય છે ત્યારપછી, કૃતાર્થ થયેલા ગુણોના પરિણામ ક્રમની સમાપ્તિ થાય છે. Il૪-૩૧II ટીકા : 'तत इति'-कृतो-निष्पादितो, भोगापवर्गलक्षणः पुरुषार्थः प्रयोजनं, यैस्ते कृतार्था गुणाः सत्त्वरजस्तमांसि, तेषां परिणाम आपुरुषार्थसमाप्तेरानुलोम्येन प्रातिलोभ्येन चाङ्गाङ्गिभावैः स्थितिलक्षणस्तस्य योऽसौ क्रमो वक्ष्यमाणस्तस्य परिसमाप्तिर्निष्ठा न पुनरुद्भव રૂત્યર્થ: In૪-રૂા. ટીકાર્ય : વૃત: .... રૂત્યર્થ: ભોગ, અપવર્ગસ્વરૂપ પુરુષાર્થ પ્રયોજન, જેમના વડે કરાયોનિષ્પાદિત કરાયો, તે સત્ત્વ, રજસ્ અને તમસ્ સ્વરૂપ ગુણો કૃતાર્થ છે. તેઓનો પુરુષાર્થ સમાપ્તિ સુધી આનુલોમથી અને પ્રાતિલોમ્યથી અંગાંગિભાવ વર્ડ સ્થિતિસ્વરૂપ પરિણામ, તેનો જે આ વફ્યુમાણઆગળમાં કહેવાશે એ, ક્રમ તેની પરિસમાપ્તિ-નિષ્ઠા છે, પરંતુ ફરી ઉભવ ઉત્પત્તિ નથી. એ પ્રકારનો અર્થ છે. ૪-૩૧/l.
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy