________________
૧૯o
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૨૫-૨૬ ટીકા :
'तदेति'-यदस्याज्ञाननिम्नपथं बहिर्मुखं विषयोपभोगफलं चित्तमासीत् तदिदानी विवेकनिम्नमार्गमन्तर्मुखं कैवल्यप्राग्भारं कैवल्यप्रारम्भं सम्पद्यत इति ॥४-२५॥ ટીકાર્ય : - યદ્દચ..... તો આનું વિવેકદર્શી પુરુષનું, અજ્ઞાનનિપથવાનું અજ્ઞાન તરફ વળેલું, બહિર્મુખ વિષયના ઉપભોગના ફળવાળું જે ચિત્ત હતું તે હવે વિવેકનિખમાર્ગવાળું વિવેક તરફ વળેલા માર્ગવાળું, અંતર્મુખ કૈવલ્ય પ્રાગભારવાનું કેવલ્યના પ્રારંભવાળું થાય છે.
રૂતિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિસૂચક છે. ll૪-૨પા. ભાવાર્થ : વિશેષદર્શીનું ચિત્ત આત્મભાવની ભાવનાની નિવૃત્તિવાળું બને છે ત્યારે વિવેક તરફ વળેલા માર્ગવાળું અંતર્મુખ કૈવલ્યના પ્રારંભવાળું ચિત્ત :
જે યોગીઓને યોગશાસ્ત્રના અધ્યયનથી બુદ્ધિરૂપી સત્ત્વ અને પુરુષનો ભેદ સ્પષ્ટ દેખાય છે તે યોગીઓનું ચિત્ત પૂર્વમાં અજ્ઞાનથી નિમ્ન પથમાં જનારું અજ્ઞાન તરફ વળેલા માર્ગવાળું, બહિર્મુખ અને વિષયના ઉપભોગના ફળવાળું હતું તે ચિત્ત આત્મભાવની ભાવનાની નિવૃત્તિના કારણે ભોગોથી પરાક્ષુખ થઈને પુરુષના અને બુદ્ધિના ભેદરૂપ વિવેકમાં નિમગ્ન થયેલું અંતર્મુખ બને છે અને તેવું ચિત્ત પુરુષને કૈવલ્યની પ્રાપ્તિને અનુકૂળ એવા યત્નના પ્રારંભરૂપ થાય છે. I૪-૨૫ અવતરણિકા : ___ अस्मिश्च विवेकवाहिनि चित्ते येऽन्तरायाः प्रादुर्भवन्ति तेषां हेतुप्रतिपादनद्वारेण त्यागोपायमाह - અવતરણિકાર્ય :
પાતંજલયોગસૂત્ર ૪-૨૫માં કહ્યું એ પ્રમાણે વિવેક્વાહી ચિત્ત હોતે છતે જે અંતરાયો પ્રાદુભાવ પામે છે તે અંતરાયોના હેતુના પ્રતિપાદન દ્વારા ત્યાગના ઉપાયને કહે છે અંતરાયના નિવારણના ઉપાયને કહે છે – સૂત્ર:
तच्छिद्रेषु प्रत्ययान्तराणि संस्कारेभ्यः ॥४-२६॥ સૂત્રાર્થ :
તેના છિદ્રોમાંeતે સમાધિમાં રહેલા યોગીના અંતરાલોમાં, સંસ્કારથી પ્રત્યયાંતર થાય છે=ભુત્થાનરૂપ જ્ઞાનો થાય છે. I-૨૬ll