________________
૧૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | સંક્ષિપ્ત ટ્રી
(૧૮) હૃદયપ્રદેશમાં સંયમ કરવાથી ચિત્તની સંવિદ્=સ્વચિત્તગત વાસનાનું જ્ઞાન અને પરચિત્તગત રાગાદિનું જ્ઞાન (પા.યો. ૩/૩૪)
(૧૯) પરાર્થકભોગથી ભિન્ન એવા સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષવિષયક સંવિદ્ (પા.યો. ૩/૩૫) (૨૦) સ્વાર્થ સંયમમાં અભ્યાસ કરાતા એવા પુરુષના સંયમથી પ્રાતિભ, શ્રાવણ, વેદના, આદર્શ, આસ્વાદ અને વાર્તારૂપ જ્ઞાનોની પ્રાપ્તિ (પા.યો. ૩/૩૬)
પ્રાતિભાદિ ફળવિશેષોનો વિષયવિભાગ (પા.યો. ૩/૩૭)
સમાધિમાં વિઘ્નરૂપ
વ્યુત્થાનદશામાં સિદ્ધિરૂપ
(૨૧) શરીરબંધના કારણોની શિથિલતાથી અને ચિત્તના પ્રચારના જ્ઞાનથી યોગીના ચિત્તનો પરશરીરમાં પ્રવેશ (પા.યો. ૩/૩૮)
(૨૨) ઉદાનવાયુના જયથી જળ, કાદવ, કાંટા વગેરેમાં અસંગપણું અને ઉત્ક્રાંતિ (પા.યો. ૩/૩૯) (૨૩) સમાનવાયુના જયથી તેજની સિદ્ધિ (પા.યો. ૩/૪૦)
(૨૪) શ્રોત્રેન્દ્રિય અને આકાશના સંબંધમાં સંયમ કરવાથી દિવ્યશ્રોત્રની સિદ્ધિ (પા.યો. ૩|૪૧) (૨૫) કાયા અને આકાશના અવકાશદાનસંબંધમાં સંયમ કરવાથી લઘુતૂલમાં સમાપત્તિથી આકાશમાં ગતિની સિદ્ધિ (પા.યો. ૩/૪૨)
(૨૬) મહાવિદેહામાં સંયમ કરવાથી પ્રકાશના આવરણના ક્ષયની સિદ્ધિ (પા.યો. ૩/૪૩)
(૨૭) સ્થૂલ, સ્વરૂપ, સૂક્ષ્મ, અન્વય અને અર્થવત્વમાં સંયમ કરવાથી ભૂતજય (પા.યો. ૩/૪૪) ભૂતોની પાંચ અવસ્થાવિશેષ (પા.યો. ૩/૪૪)
(૧) સ્થૂલ અવસ્થાવિશેષ
↓ પાંચ ભૂતોનો
દેખાતો
આકાર
વિશેષ
(૨) સ્વરૂપ અવસ્થાવિશેષ
પૃથિવીમાં કર્કશપણું જલમાં સ્નેહ
અગ્નિમાં ઉષ્ણપણું વાયુમાં પ્રેરણા
(૩) સૂક્ષ્મ અવસ્થાવિશેષ
↓
પૃથિવીનું કારણ ગંધતન્માત્રા, જલનું
કારણ રસતન્માત્રા, અગ્નિનું કારણ
આકાશમાં રૂપતન્માત્રા, વાયુનું અવકાશદાન સ્પર્શતન્માત્રા, આકાશનું
કારણ શતન્માત્રા
(૪) અન્વય અવસ્થાવિશેષ
↓ સર્વભૂતોમાં પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિ
આ ત્રણ
ગુણો
(૫) અર્થવત્ત્વ
અવસ્થાવિશેષ
↓
પાંચ ભૂતોના ગુણોમાં ભોગ અને અપવર્ગ
સંપાદન શક્તિ