SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧eo પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૨ આ સર્વ કથનથી શું ફલિત થાય છે તે બતાવતાં રાજમાર્તડ ટીકાકાર કહે છે – અત: .... મતિ . આથી=અત્યાર સુધી વર્ણન કર્યું એનાથી આ સ્થિત છે આગળમાં કહેવાય છે તે પ્રાપ્ત છે – સંક્રાંત થયેલા વિષયના ઉપરાગવાળું અને અભિવ્યક્ત ચિછાયાવાળું બુદ્ધિસત્ત્વ વિષયના નિશ્ચય દ્વારા સમગ્ર લોયાત્રાનો નિર્વાહ કરે છે. રૂતિ શબ્દ કથનની સમાપ્તિ માટે છે. આવા પ્રકારના જ ચિત્તને જોતાં ભ્રાંત એવા બૌદ્ધો સ્વસંવેદનચિત્તમાત્રજગત છે સંસારી જીવોને સ્વસંવેદન થતું ચિત્તમાત્ર જગત્ છે, બાહ્ય ઘટ-પટાદિ પદાર્થો નથી, એ પ્રમાણે બોલતા પ્રતિબોધિત થાય છે એ પ્રમાણે ક્વેતા બૌદ્ધો પ્રસ્તુત સૂત્રની ટીકાના વર્ણનથી પ્રતિબોધિત થાય છે. I૪-૨૨IL ભાવાર્થ : પ્રકૃતિમાં સ્વાભાવિક અનુલોમ અને પ્રતિલોમ શક્તિ હોય તો મોક્ષાર્થી જીવોની મોક્ષ માટે પ્રવૃત્તિ થાય નહિ એ પ્રકારની શંકાનો વૃત્તિકાર વડે પ્રત્યુત્તર : પૂર્વમાં રાજમાર્તડવૃત્તિકારે સ્થાપન કર્યું કે પ્રકૃતિમાં અનુલોમ અને પ્રતિલોમ એવી બે શક્તિઓ સહજ=સ્વાભાવિક છે. ત્યાં કોઈ નનુ થી શંકા કરે છે કે જો પ્રકૃતિમાં આવી બે શક્તિ જ હોય તો પ્રકૃતિમાં પ્રતિલોમપરિણામવાળી સહજ શક્તિના બળથી મોક્ષની પ્રાપ્તિ થશે, તેથી મોક્ષાર્થી જીવો મોક્ષ માટે યત્ન કેમ કરે છે ? અર્થાત્ મોક્ષાર્થી જીવોએ મોક્ષ માટે યત્ન કરવો જોઈએ નહિ, અને જો પ્રકૃતિના સહજ પ્રતિલોમપરિણામથી મોક્ષ થતો હોય તો મોક્ષ પ્રયત્નનો વિષય નથી તે પ્રમાણે સિદ્ધ થાય, અને તેમ સ્વીકારીએ તો મોક્ષમાર્ગનો ઉપદેશ આપનારા શાસ્ત્રો નિરર્થક છે, તેમ માનવું પડે આ પ્રકારની શંકાનો ઉત્તર આપતાં રાજમાર્તડવૃત્તિકાર કહે છે – પ્રકૃતિના અને પુરુષના અનાદિકાળથી ભોગ્ય-ભોક્નત્વરૂપ સંબંધથી બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડવાને કારણે બુદ્ધિરૂપ પ્રકૃતિને કતૃત્વનું અભિમાન થવાથી દુઃખની આત્યંતિકી નિવૃત્તિ મને થાવા એ પ્રકારનો અધ્યવસાય થવાથી દુઃખની આત્યંતિકી નિવૃત્તિ બતાવનાર ઉપદેશક શાસ્ત્રના ઉપદેશની બુદ્ધિસત્ત્વને અપેક્ષા : અનાદિકાળથી પ્રકૃતિનો અને પુરુષનો ભોગ્ય-ભોક્નરૂપ સંબંધ છે; કેમ કે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે અને તે જ બુદ્ધિમાં અન્ય બાજુથી વિષયોનું પ્રતિબિંબ પડે છે, તેથી તે બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલ પુરુષને હું આ ભોગ કરું છું, તેવી પ્રતિતી થાય છે, તેથી પ્રકૃતિની અને પુરુષની વચ્ચે અનાદિનો ભોગ્ય-ભોક્નત્વરૂપ સંબંધ છે. આ સંબંધ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડવાના કારણે છે અને પુરુષના પ્રતિબિંબના કારણે વ્યક્ત ચેતનાવાળી બુદ્ધિરૂપ પ્રકૃતિને કર્તૃત્વનું અભિમાન થાય છે અર્થાત્ જગતમાં તે કાર્યો હું કરું છું એ પ્રકારે પ્રકૃતિ રૂપ બુદ્ધિને કતૃત્વનું અભિમાન થાય છે અને આ પ્રકારના કર્તુત્વના અભિમાનને કારણે
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy