SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૨૨ પડે તેવી બુદ્ધિરૂપે પ્રકૃતિ પરિણામને પામે. જો પ્રકૃતિનો તેવો અધ્યવસાય છે કે પુરુષનું પ્રયોજન મારે કર્તવ્ય છે, તેથી પુરુષના સંનિધાનથી પ્રકૃતિ તે પ્રકારે પરિણમન પામે છે, તેમ સ્વીકારવામાં આવે તો પ્રકૃતિ જડ છે તેમ કેમ કહી શકાય અર્થાત્ કહી શકાય નહીં માટે પ્રકૃતિનો તેવા પ્રકારનો પરિણામ થાય છે તેમ સ્વીકારી શકાય નહીં, એ પ્રકારનો શંકાકારનો આશય છે. તેનું સમાધાન કરતાં રાજમાર્તડવૃત્તિકાર કહે છે – પ્રકૃતિમાં અનુલોમપરિણામ અને પ્રતિલોમ પરિણામ સ્વરૂપ સહજ શક્તિ હોવાથી પુરુષના પ્રયોજનના કર્તવ્યતાની સંગતિ : પ્રકૃતિમાં અનુલોમ પરિણામ અને પ્રતિલોમ પરિણામ એ બે પ્રકારના પરિણામની સહજ શક્તિ છે અને આ સહજ શક્તિ જ પુરુષના પ્રયોજનની કર્તવ્યતા છે, વળી અચેતન, એવી પણ પ્રકૃતિમાં આવી શક્તિ સહજ છે. એથી પૂર્વપક્ષીએ પુરુષાર્થકર્તવ્યતાને અધ્યવસાયરૂપે સ્વીકારીને જડ એવી પ્રકૃતિને તેવો અધ્યવસાય થાય નહીં તેમ કહેલ તેનું નિરાકરણ થાય છે. અનુલોમપરિણામ અને પ્રતિલોમપરિણામનું સ્વરૂપ : વળી પ્રકૃતિમાં અનુલોમ પરિણામ અને પ્રતિલોમપરિણામની જે શક્તિ છે તે અચેતન પ્રકૃતિને સહજ છે અને પ્રકૃતિનો અનુલોમપરિણામ મહથી માંડીને મહાભૂતપર્યત બહિંમુખપણાથી છે અને આ અનુલોમપરિણામને કારણે આ સઘળો ભવપ્રપંચ છે. યોગી જયારે સાધના કરે છે ત્યારે જે અનુલોમપરિણામથી મહાભૂત સુધી પ્રકૃતિના પરિણામો થયેલા તે પોતપોતાના કારણના પ્રવેશ દ્વારા અસ્મિતા સુધીના પરિણામને પામે છે તે પ્રતિલોમ પરિણામ છે, જ્યારે સ્વકારણના અનુપ્રવેશથી પ્રતિલોમપરિણામ અસ્મિતામાં પરિણમન પામે છે ત્યારે પુરુષના પ્રયોજનની પરિસમાપ્તિ થવાથી પ્રકૃતિની અનુલોમની અને પ્રતિલોમની સહજ બે શક્તિઓ ક્ષય પામે છે, તેથી પ્રકૃતિ ફરી પરિણામનો આરંભ કરતી નથી માટે જડ એવી પ્રકૃતિને પણ અનુલોમ અને પ્રતિલોમપરિણામરૂપ પુરુષાર્થ કર્તવ્યતા સ્વીકારવામાં કોઈ અનુપપત્તિ-અસંગતિ, નથી, એમ ટીકાકાર કહે છે. ટીકા? ननु यदीदृशी शक्तिः सहजैव प्रधानस्यास्ति तत्किमर्थं मोक्षार्थिभिर्मोक्षाय यत्नः क्रियते, मोक्षस्य चानर्थनीयत्वे तदुपदेशकशास्त्रस्याऽऽनर्थक्यं स्यात्, उच्यते-योऽयं प्रकृतिपुरुषयोरनादि ग्यभोक्तृत्वलक्षणः सम्बन्धस्तस्मिन्सति व्यक्तचेतनायाः प्रकृतेः कर्तृत्वाभिमानाद् दुःखानुभवे सति कथमियं दुःखनिवृत्तिरात्यन्तिकी मम स्यादिति भवत्येवाध्यवसायः, अतो दुःखनिवृत्त्युपायोपदेशकशास्त्रोपदेशापेक्षाऽस्त्येव प्रधानस्य, तथाभूतमेव च कर्मानुरूपं बुद्धिसत्त्वं शास्त्रोपदेशस्य विषयः दर्शनान्तरोपि, एवंविध एवाविद्यास्वभावः शास्त्रेऽधिक्रियते, स च मोक्षाय प्रयतमान एवंविधमेव शास्त्रोपदेशं सहकारिणमपेक्ष्य मोक्षाख्यं फलमासादयति, सर्वाण्येव कार्याणि प्राप्तायां सामग्र्यामात्मानं लभन्ते, अस्य च
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy