________________
૧૪૮
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ / સૂત્ર-૧૫-૧૬ થાય છે; કેમ કે તે પુરુષની અન્ય પત્નીને ઇર્ષ્યા થવારૂપ અધર્મનો સહકાર હોવાના કારણે ધર્મનો પરિણામ અભિભવ પામે છે, તેથી તે પુરુષની અન્ય પત્નીને તે સુંદર સ્ત્રીના રૂપને જોઈને દુઃખ ઉત્પન્ન થાય છે. વળી તે પુરુષની કોઈક અન્ય સ્ત્રીને તે સુંદર સ્ત્રીના રૂપને જોઈને તીવ્ર અધર્મનો સહકાર હોય તો તે સુંદરરૂપવાળી સ્ત્રી પ્રત્યે કોપ થાય છે; કેમ કે તીવ્ર અધર્મના સહકારને કારણે ધર્મનો અભિભવ થાય છે, માટે તે સ્ત્રીનું ચિત્ત તે અન્ય સ્ત્રીના સુંદરરૂપને જોઈને મોહમય બને છે.
આનાથી એ ફલિત થાય છે કે, કારણને અનુરૂપ જ કાર્ય થાય છે, અને અર્થ ત્રિગુણાત્મક હોવાથી તેના કાર્યરૂપ ચિત્ત પણ ત્રિગુણરૂપે પરિણમન પામે તો એક સાથે સુખ, દુ:ખ અને મોહમય જ્ઞાન ઉત્પન્ન થાય, પરંતુ સંસારીજીવોનું ચિત્ત ત્રિગુણાત્મક હોવા છતાં ધર્મ, અધર્મના સહકારના બળથી ત્રિગુણાત્મક અર્થને જોતી વખતે પણ તે ત્રિગુણાત્મક ચિત્ત કોઈક એક ગુણરૂપે અભિવ્યક્ત થાય છે; કેમ કે ધર્મનો સહકાર હોય તો તે ચિત્ત સત્ત્વગુણરૂપે અભિવ્યક્ત થાય છે ત્યારે અન્ય ગુણરૂપે ચિત્તને અભિવ્યક્ત કરવામાં અધર્મ સમર્થ બનતું નથી; કેમ કે ધર્મથી અધર્મનો અભિભવ થાય છે.
આ સર્વ કથનથી શું ફલિત થાય છે તે સ્પષ્ટ કરતાં રાજમાર્તંડવૃત્તિકાર કહે છે
વિરોધ હોવાથી વિજ્ઞાન અને અર્થ વચ્ચે તાદાત્મ્ય નથી કારણભેદ હોતે છતે કાર્યભેદનો પ્રસંગ હોવાથી વિજ્ઞાન અને અર્થ વચ્ચે કાર્યકારણભાવ નથી માટે જ્ઞાનથી અતિરિકત અર્થ છે એ પ્રમાણે
વ્યવસ્થાપન ;
જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય પદાર્થ છે, માટે જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય પદાર્થ નથી એમ જે બૌદ્ધદર્શનકાર કહે છે તે અસંગત છે.
પ્રસ્તુત પાતંજલયોગસૂત્ર ૪-૧૫ની સંપૂર્ણ ટીકાથી શું ફલિત થાય છે તે સ્પષ્ટ કરતાં કહે છે –
વિજ્ઞાન અને અર્થનું તાદાત્મ્ય સ્વીકારીને જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય પદાર્થ નથી એમ જે વિજ્ઞાનવાદી બૌદ્ધ કહે છે તે યુક્ત નથી; કેમ કે તેમ સ્વીકારવામાં વિરોધ છે. જે વિરોધ સ્વયં રાજમાર્તંડકારે પૂર્વમાં ભાવન કરેલ છે. વળી વિજ્ઞાનવાદી બૌદ્ધ જ્ઞાન અને અર્થ વચ્ચે કાર્યકારણભાવ સ્વીકારીને કહે છે કે, પુરુષને વાસનાને વશ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેથી જ અર્થ દેખાય છે માટે બાહ્ય દેખાતાં અર્થ પ્રત્યે જ્ઞાન જ કારણ છે. તે કથન પણ વિજ્ઞાનવાદી બૌદ્ધનું યુક્ત નથી; કેમ કે જ્ઞાન અને અર્થ વચ્ચે કાર્યકારણભાવ નથી; કેમ કે જો જ્ઞાન અને અર્થ વચ્ચે કાર્યકારણભાવ સ્વીકારીએ તો કારણના ભેદમાં કાર્યના ભેદનો પ્રસંગ આવે અર્થાત્ એક પ્રમાતાના જ્ઞાનરૂપ કારણથી ઉત્પન્ન થયેલો ઘટ અનેક પ્રમાતાના જ્ઞાનથી ઉત્પન્ન થયેલા ઘટ કરતાં ભિન્ન માનવાનો પ્રસંગ આવે, એથી જ્ઞાનથી વ્યતિરિક્ત ઘટ-પટાદિ બાહ્ય અર્થો છે એ પ્રમાણે વ્યવસ્થાપિત થાય છે. II૪-૧૫||
અવતરણિકા :
यद्येवं ज्ञानं चेत् प्रकाशकत्वाद् ग्रहणस्वभावमर्थश्च प्रकाश्यत्वाद् ग्राह्यस्वभावस्तत् कथं युगपत् सर्वानर्थान्न गृह्णाति न स्मरति चेत्याशङ्क्य परिहारं वक्तुमाह
-