SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૨ ટીકા : 'अतीतेति'-इहात्यन्तमसतां भावानामुत्पत्तिर्न युक्तिमती तेषां सत्त्वसम्बन्धायोगात्, न हि शशविषाणादीनां क्वचिदपि सत्त्वसम्बन्धो दृष्टः, निरुपाख्ये च कार्ये किमुद्दिश्य कारणानि प्रवर्तेरन्, न हि विषयमनालोच्य कश्चित् प्रवर्तते, सतामपि विरोधान्नाभावसम्बन्धोऽस्ति, यत्स्वरूपेण लब्धसत्ताकं तत्कथं निरुपाख्यतामभावरूपतां वा भजते न विरुद्धं रूपं स्वीकरोतीत्यर्थः, तस्मात् सतामभावासम्भवादसतां चोत्पत्त्यसम्भवात्तैर्धमॆर्विपरिणममानो धर्मी सदैवैकरूपतयाऽवतिष्ठते, धर्मास्तु त्र्यध्वकत्वेन त्रैकालिकत्वेन व्यवस्थिताः स्वस्मिन् स्वस्मिन्नध्वनि व्यवस्थिता न स्वरूपं त्यजन्ति, वर्तमानेऽध्वनि व्यवस्थिताः केवलं भोग्यतां भजन्ते, तस्माद्धर्माणामेवातीतानागताद्यध्वभेदस्तेनैव रूपेण कार्यकारणभावोऽस्मिन् दर्शने प्रतिपाद्यते, तस्मादपवर्गपर्यन्तमेकमेव चित्तं धर्मितयाऽनुवर्तमानं न निह्नोतुं પાર્વતે ૪-૨૨ા ટીકાર્ય : રૂદ..... પ્રવર્તેરન્ અહીં જગતમાં, અત્યંત અવિદ્યમાન ભાવોની ઉત્પત્તિ યુક્તિવાળી નથી; કેમ કે તેઓના=અત્યંત અસત્ ભાવોના, સર્વસંબંધનો અયોગ છે. જે કરણથી શશવિષાણ આદિનો= શશશ્ચંગ વગેરેનો, ક્યારેય પણ સત્ત્વસંબંધ જોવાયો નથી. અને નિરુપાખ્યાર્યમાં કોને ઉદ્દેશીને કારણો પ્રવર્તે અર્થાત્ સર્વથા અસત્ એવા નિરુપાખ્ય કાર્યમાં કારણો પ્રવર્તે નહીં. કેમ નિરુપાખ્ય કાર્યમાં કારણો પ્રવર્તે નહીં ? તેથી કહે છે – દિ... પ્રવર્તત, વિષયનું અનાલોચન કરીને આલોચન કર્યા વગર, અર્થાત્ મારી પ્રવૃત્તિનું ફળ આ વિષય છે, તેવો નિર્ણય કર્યા વગર કોઈ પણ પ્રવર્તતું નથી. પૂર્વમાં સર્વથા અસત્ ઉત્પન્ન થતું નથી તે યુક્તિથી સ્થાપન કર્યું. હવે વિદ્યમાનનો સર્વથા અભાવ થતો નથી. તે યુક્તિથી બતાવવા અર્થે કહે છે – સતામપિ પાર્વત | સત્નો પણ વિરોધ હોવાથી અર્થાત્ સત્નો પણ અભાવ સાથે વિરોધ હોવાથી અભાવનો સંબંધ નથી, અર્થાત્ સને અભાવની સાથે સંબંધ નથી, જે કારણથી સ્વરૂપથી લબ્ધ પ્રાપ્ત સત્તાવાળું, એવું સત્ નિરુપાખ્યતાને અથવા અભાવરૂપતાને કેવી રીતે પ્રાપ્ત કરે ? અર્થાત્ વિરુદ્ધરૂપનો સ્વીકાર કરતું નથી, તે કારણથી અસત્ ઉત્પન્ન થતું નથી અને સનો અભાવ સાથે સંબંધ થતો નથી તે કારણથી, સના અભાવનો અસંભવ હોવાના કારણે અને અસત્ની ઉત્પત્તિનો અસંભવ હોવાના કારણે તે ધર્મો વડે વિપરિણમકાન વિપરિણામ પામતો, એવો ધર્મી સદા જ એકરૂ૫૫ણા વડે અવસ્થિત રહે છે.
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy