SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૧-૧૨ થાય છે. આ પ્રમાણે વાસનાનો સાક્ષાત્ હેતુ અનંતર અનુભવ છે અને પરંપરાએ હેતુ રાગાદિ અને અવિદ્યા છે. વાસનાનું ફળ : પાતંજલમતાનુસાર વાસના બે પ્રકારની છે – (૧) જાતિ, આયુષ્ય અને ભોગફળવાળી અને (૨) સ્મૃતિફળવાળી છે. એથી પાતંજલમતાનુસાર વાસનાનું ફળ શરીરાદિની પ્રાપ્તિ અને સ્મૃતિ આદિની પ્રાપ્તિ છે. વાસનાનો આશ્રય : પાતંજલમતાનુસાર વાસના બુદ્ધિમાં પડે છે, તેથી વાસનાનો આશ્રય બુદ્ધિસત્ત્વ છે. વાસનાનું આલંબન : પાતંજલમતાનુસાર જે અનુભવનું આલંબન છે તે જ વાસનાનું આલંબન છે અર્થાત્ જે વસ્તુને અવલંબીને અનુભવ થયો હોય તે જ આલંબનવાળી વાસના પડે છે. આ રીતે આત્મામાં જે કાંઈ વાસના પડે છે તે સર્વનો સંગ્રહ હેતુ, ફળ, આશ્રય અને આલંબન છે. આત્મામાં પૂર્વની વાસનાઓ પડેલી હોવા છતાં વાસનાના હેતુ, ફળાદિનો અભાવ પ્રાપ્ત થાય તો તે વાસના અનુભવાબ્દિરૂપે પ્રરોહ પામતી નથી. પૂર્વની વાસના ફરી અનુભવારિરૂપે પ્રગટ ન થાય તેનો ઉપાય શું છે? એથી કહે છે – કોઈ યોગી જ્ઞાન અને યોગ દ્વારા અર્થાત્ સમ્યજ્ઞાન અને સમ્યવ્યાપાર દ્વારા વાસનાને દગ્ધબીજ-વાળી કરે તો તે યોગીમાં વર્તતી વાસના મૂળ વગરની થવાથી પોતાનું કાર્ય આરંભ કરતી નથી. આશય એ છે કે, બુદ્ધિમાં અનાદિની વાસનાઓ પડેલી છે, આમ છતાં યોગીને સમ્યગુ બોધ થાય કે અવિદ્યાને કારણે મને રાગાદિ થાય છે અને તેનાથી વાસના ઉત્પન્ન થાય છે, તેના ફળરૂપે સંસારની આ સર્વ કદર્થના છે અને આવું જ્ઞાન થવાથી તે યોગી યોગમાર્ગની ઉચિત પ્રવૃત્તિ કરીને ચિત્તનો નિરોધ કરે તો ચિત્તમાં વર્તતી વાસનાઓ દગ્ધબીજવાળી બને છે અને દગ્ધબીજવાળી વાસનાઓ ફરી તે પ્રકારના સ્મૃતિ આદિ દ્વારા અનુભવોને ઉત્પન્ન કરતી નથી. એથી પૂર્વમાં જે વાસનાના અનંતકાળનો પ્રવાહ અત્યાર સુધી ચાલતો હતો તે બંધ થાય છે, કેમ કે પૂર્વની વાસનાઓ તે પ્રકારની સ્મૃતિ કરાવીને ભોગાદિમાં પ્રવૃત્તિ કરાવવા માટે અસમર્થ બને છે, માટે તે વાસનાનો અભાવ પ્રાપ્ત થાય છે. ll૪-૧૧TI અવતરણિકા : ननु प्रतिक्षणं चित्तस्य नश्वरत्वात् तरतमत्वोपलब्धेर्वासनानां तत्फलानां च कार्यकारणभावेन युगपदभावित्वाद्भेदे कथमेकत्वमित्याशङ्कयैकत्वसमर्थनायाऽऽह --
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy