SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૯-૧૦ પામે છે, તે વખતે એક જ ચિત્તનું અનુસંધાતૃપણાથી સ્થિતપણું હોવાને કારણે કાર્ય-કારણભાવ દુર્ઘટ નથી અર્થાત્ જે દેવભવમાં અનુભવથી સંસ્કારો પડેલા તે સંસ્કારવાળું ચિત્ત ફરી દેવભવ વખતે તે ભાવોનું અનુસંધાન કરીને રહે છે, તેથી પૂર્વના દેવભવના અનુભવથી જન્ય સંસ્કારો અને વર્તમાનમાં દેવભવના જન્મમાં થતી સ્મૃતિ વચ્ચે કાર્ય-કારણભાવ દુર્ઘટ નથી. II૪-૯ll અવતરણિકા : भवत्वानन्तर्ये कार्यकारणभावश्च वासनानां यदा तु प्रथममेवानुभवः प्रवर्तते तदा किं वासनानिमित्त उत निनिमित्त इति शङ्कां व्यपनेतुमाह - અવતરણિકાર્ય : વાસનાઓના આનંતર્યમાં કાર્ય-કરણભાવ થાઓ, જ્યારે વળી પ્રથમ જ અનુભવ પ્રવર્તે છે પૂર્વના અનુભવ નિરપેક્ષ પ્રથમ જ અનુભવ પ્રવર્તે છે, ત્યારે તે અનુભવ વાસના નિમિત્ત છે કે નિર્નિમિત્ત છે અર્થાત્ વાસનાના નિમિત્ત વગર છે ? એ પ્રકારની શંકાને દૂર કરવા માટે કહે છે – સૂત્ર : तासामनादित्वं चाशिषो नित्यत्वात् ॥४-१०॥ સૂત્રાર્થ : તેઓનું વાસનાઓનું, અનાદિપણું છે; કેમ કે આશિષનું અર્થાત વાસનાના કારણીભૂત એવા મહામોહરૂપ આશિપનું નિત્યપણું છે. ટીકા : 'तासामिति'-तासां-वासनानामनादित्वं न विद्यत आदिर्यस्य तस्य भावस्तत्त्वं, तासामादिर्नास्तीत्यर्थः । कुत इत्यत आह-आशिषो नित्यत्वात्, येयमाशीर्महामोहरूपा सदैव सुखसाधनानि मे भूयासुर्मा कदाचन तैर्मे वियोगो भूदिति यः सकल्पविशेषो वासनानां कारणं तस्य नित्यत्वादनादित्वादित्यर्थः । एतदुक्तं भवति-कारणस्य सन्निहितत्वादनुभवसंस्कारादीनां कार्याणां प्रवृत्तिः केन वार्यते, अनुभवसंस्काराद्यनुविद्धं सङ्कोचविकासमिचित्तं तत्तदभिव्यञ्जकविपाकलाभात् तत्तत्फलरूपतया परिणमत इत्यर्थः ટીકાર્થ : તાસા ... નાસ્તીત્યર્થ ! તેઓનું વાસનાઓનું, અનાદિપણું છે જેને આદિ વિદ્યમાન નથી તે અનાદિ તેનો ભાવ તે અનાદિત્વ અર્થાત્ વાસનાઓનું આદિપણું નથી એ પ્રકારનો ભાવ છે.
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy