SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ / સૂત્ર-૮ પ્રાપ્ત થાય છે તે ભવને અનુરૂપ એવા કર્મથી, તેના વિપાકને અનુગુણ જ એવી વાસનાની=જે કૃત્યથી જે કર્મ બંધાયેલું તે કર્મ વડે જેવું દેવ-મનુષ્ય આદિનું શરીર પ્રાપ્ત થયું તેના વિપાકને અનુગુણ જ વાસનાની, અભિવ્યક્તિ છે. II૪-૮॥ ટીકા : ‘तत इति’-इह हि द्विविधाः कर्मवासनाः स्मृतिमात्रफला जात्यायुर्भोगफलाश्च । तत्र जात्यायुर्भोगफला एकानेकजन्मभवा इत्यनेन पूर्वमेव कृतनिर्णयाः, यास्तु स्मृतिमात्रफलास्तासु ततः कर्मणो येन कर्मणा यादृक् शरीरमारब्धं देवमनुष्यतिर्यगादिभेदेन तस्य विपाकस्य या अनुगुणा - अनुरूपा वासनास्तासामेवाभिव्यक्तिर्वासनानां भवति । अयमर्थ:येन कर्मणा पूर्वे देवतादिशरीरमारब्धं जात्यन्तरशतव्यवधानेन पुनस्तथाविधस्यैव शरीरस्याssरम्भे तदनुरूपा एव स्मृतिफला वासना: प्रकटीभवन्ति, लोकोत्तरेष्वेवार्थेषु तस्य स्मृत्यादयो जायन्ते, इतरास्तु सत्योऽपि अव्यक्तसञ्ज्ञास्तिष्ठन्ति न तस्यां दशायां नारकादिशरीरोद्भवा वासना व्यक्तिमायान्ति ॥४-८॥ ટીકાર્ય : इह મતિ । અહીં=આત્મામાં, (૧) સ્મૃતિમાત્રફળવાળી અને (૨) જાતિ, આયુષ્ય અને ભોગફળવાળી બે પ્રકારની કર્મવાસના છે. ત્યાં જાતિ, આયુષ્ય અને ભોગફળવાળી વાસના એક-અનેક જ્મોમાં થનારી છે, એ ક્થન દ્વારા પૂર્વમાં જ કરાયેલા નિર્ણયવાળી છે. જે વળી સ્મૃતિમાત્રફળવાળી કર્મવાસના છે, તેઓમાં=સ્મૃતિમાત્રફળવાળી કર્મવાસનામાં, તે કર્મથી=પૂર્વ સૂત્રમાં વ્હેલા ત્રણ પ્રકારના કર્મોમાંથી કોઈ કર્મથી, જે કર્મ વડે દેવ, મનુષ્ય અને તિર્યક્ આદિના ભેદથી જેવું શરીર આરંભ કરાયું, તેના વિપાક્ને જે અનુગુણ= વાસના, અનુરૂપ વાસના, હોય તે જ વાસનાઓની અભિવ્યક્તિ થાય છે. अयमर्थः : - આ અર્થ છે-સૂત્રનો આ અર્થ છે – ચેન ..... માયાન્તિ । જે કર્મો વડે પૂર્વે દેવતાદિ શરીર આરંભ કરાયું વળી સેંકડો અન્ય જાતિના વ્યવધાનથી તેવા પ્રકારના જ શરીરના આરંભમાં તેને અનુરૂપ જ સ્મૃતિફળવાળી વાસના પ્રગટ થાય છે=લોકોત્તર એવા અર્થમાં તેને સ્મૃતિ આદિ થાય છે અર્થાત્ આ ભવના અનુભવોનું સ્મરણ તે લૌકિક અર્થ છે અને ઘણા વ્યવધાન પૂર્વના દેવાદિભવના અનુભવોનું જે સ્મરણ તે લોકોત્તર અર્થ છે તેમાં તેને સ્મૃતિ આદિ થાય છે, વળી ઇતરજે કર્મથી જે ભવ પ્રાપ્ત ર્યો છે એનાથી ઇતર સ્મૃતિમાત્રફળવાળી વાસના વિદ્યમાન હોવા છતાં પણ અવ્યક્તસંજ્ઞાવાળી રહે છે-તે દશામાં નારદિશરીરથી ઉદ્ભવેલી વાસના વ્યક્ત થતી નથી. II૪-૮||
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy