SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૪-૫ ભાવાર્થ : અનેક ચિત્તોની પ્રવૃત્તિના ભેદમાં એક ચિત્ત પ્રયોજકઃ સંસારી જીવોમાં દરેક જીવોના પોતપોતાના જુદા ચિત્તો છે, તેથી એક પ્રવૃત્તિમાં પણ પ્રવૃત્ત એવા તે પુરુષોના જુદા જુદા ચિત્તોને કારણે ભિન્ન ભિન્ન અભિપ્રાય થાય છે, તે પ્રત્યક્ષથી દેખાય છે. તે રીતે યોગી અસ્મિતામાત્રથી એક ચિત્તમાંથી અનેક ચિત્તોનું નિર્માણ કરે ત્યારે તે સર્વ ચિત્તો જુદા જુદા શરીરમાં કઈ રીતે યોગીના અભિપ્રાયને અનુસરે છે તે બતાવવા માટે કહે છે – યોગીના એક ચિત્તમાંથી અસ્મિતાથી નિર્માણ કરાયેલા જુદા જુદા ચિત્તો જુદી જુદી કાયામાં જુદી જુદી પ્રવૃત્તિ કરે છે, તે સર્વમાં યોગીનું એક ચિત્ત પ્રયોજક છે=અધિષ્ઠાતૃપણાથી પ્રેરક છે, તેથી તે જુદા જુદા શરીરોથી જે જુદી જુદી પ્રવૃત્તિઓ થાય છે તે સર્વ યોગીના કર્મનાશરૂપ એક પ્રયોજનની નિષ્પત્તિનું કારણ બને છે, પરંતુ તે જુદા જુદા શરીરમાં રહેલા છે તે જુદા જુદા ચિત્તનો ભિન્ન ભિન્ન અભિપ્રાય થતો નથી. આ કથનને દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – જેમ સંસારી કોઈ એક જીવને પોતાના શરીરમાં વર્તતું પોતાનું મન ચક્ષુ, હાથ વગેરેને પોતાની ઇચ્છા પ્રમાણે પ્રેરણા કરે છે, કેમ કે તે શરીરની ચક્ષુ આદિ સર્વ પ્રવૃત્તિનો અધિષ્ઠાતા એક મન છે. તેમ યોગીની અનેક કાયામાં જે અનેક મન ચાલે છે તે સર્વના પ્રેરક યોગીનું એક મન છે, તેથી યોગીના ચિત્તથી પ્રેરિત થઈને સર્વ શરીરમાં વર્તતા જુદા જુદા ચિત્તો જુદી જુદી પ્રવૃત્તિ કરીને પણ તે તે ભવયોગ્ય કર્મનાશરૂપ એક ફળ નિષ્પન્ન કરે છે. આશય એ છે કે, સંસારી જીવોના હાથ, પગ, ચક્ષુ વગેરે સર્વ અવયવો જુદા જુદા છે અને તે દરેક અવયવો જુદી જુદી પ્રવૃત્તિ કરે છે, પરંતુ તે સર્વ પ્રવૃત્તિમાં પ્રવર્તક એક મનઃચિત્ત, છે તેથી ચક્ષુ, હાથ આદિના પરસ્પર મતભેદો થતાં નથી, પરંતુ એક મનથી ચિત્તથી, નિયંત્રિત થઈને તે સર્વ પોત-પોતાની પ્રવૃત્તિ કરે છે તેમ યોગીના એક ચિત્તથી પ્રેરાઈને સર્વ શરીરોમાં ઉત્પન્ન થયેલા જુદા જુદા ચિત્તો યોગીના પ્રયોજનની સિદ્ધિ કરે છે. I૪-પી. અવતરણિકા : जन्मादिप्रभवत्वात् सिद्धीनां चित्तमपि तत्प्रभवं पञ्चविधमेव, ततो जन्मादिप्रभवाच्चित्तात् समाधिप्रभवस्य चित्तस्य वैलक्षण्यमाह - અવતરણિતાર્થ : સિદ્ધિઓનું જન્માદિપ્રભાવપણું હોવાથી તેનાથી પ્રભવ પામેલ એવા સિદ્ધિઓથી ઉત્પન્ન થયેલ એવું, ચિત્ત પણ પંચવિધ જ છે, તેથી જન્માદિથી થયેલ એવા ચિત્તથી સમાધિપ્રભવ ચિત્તનું વિલક્ષણપણું કહે છે –
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy