SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ બહુલતાએ ચિત્તસ્થિરતામાં ઉપયોગી અને આત્માના દ્રવ્ય, ગુણ અને પર્યાચના લાભરૂપ ચિત્તસ્થર્ચનું શુક્લધ્યાનના શરીરના અંગપણારૂપે કેવલ્યમાં પણ હેતુપણું : એક વસ્તુ ઉપર ત્રયરૂપ સંયમનું બહુલતાએ ચિત્તધૈર્યમાં જ ઉપયોગ છે. આશય એ છે કે સંસારી જીવોનું ચિત્ત અત્યંત ચલવૃત્તિવાળું છે અને તે ચલવૃત્તિવાળા ચિત્તને સ્થિર કરવા માટે કોઈ એક વિષય ઉપર ધારણાથી સ્થિર કરવામાં આવે ત્યારપછી એકાગ્રતા પ્રગટે અને ત્યારપછી સમાધિ પ્રગટે ત્યારે ચંચળ ચિત્ત સ્થિરભાવને પામે છે, તેથી ચિત્તધૈર્યમાં જ સંયમનો ઉપયોગ છે. અહીં બહુલતાએ કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે ક્વચિત્ તે સંયમ તે પ્રકારના જ્ઞાનાવરણાદિના ક્ષયોપશમ પ્રત્યે હેતુ બને છે તોપણ મુખ્યતાએ ચિત્તધૈર્યમાં જ ઉપયોગી છે અને કોઈ એક વિષયમાં ત્રણનો સંયમ જો આત્માના દ્રવ્ય, ગુણ અને પર્યાયના આવિર્ભાવનું કારણ બને તે રીતે કરવામાં આવ્યું હોય તો તે સંયમથી થયેલું ચિત્તનું ધૈર્ય શુક્લધ્યાનના શરીરના અંગપણારૂપે ઉપયોગી બને છે અને તેના પ્રકર્ષથી કેવલજ્ઞાન પ્રગટે છે. અર્થાત્ લબ્ધિરૂપ અનેક પ્રકારનું ઐશ્વર્ય તો પ્રગટે છે પરંતુ કેવલજ્ઞાનની પ્રાપ્તિ પણ થાય છે. આશય એ છે કે શુદ્ધ આત્મદ્રવ્ય, શુદ્ધ આત્માના ગુણો અને શુદ્ધ આત્માના પર્યાયોના પારમાર્થિક સ્વરૂપને જોવા માટે પ્રવર્તતો ઉપયોગ મોહનો નાશ કરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બને છે. જે યોગીઓ એક વિષયમાં સંયમ કરીને ચિત્તના ધૈર્યને પ્રાપ્ત કરે અને તે ચિત્તનું ધૈર્ય શુદ્ધ આત્માના સ્વરૂપને જોવાને અભિમુખ પરિણામવાળું હોય અને તે સ્વૈર્યના બળથી શુદ્ધ આત્માને જોવા માટે પ્રવર્તતું ચિત્ત શુક્લધ્યાનને પ્રાપ્ત કરે તો તે શુક્લધ્યાનના બળથી શુદ્ધ આત્માના પારમાર્થિક સ્વરૂપને જોવામાં પ્રતિબંધક એવા જ્ઞાનાવરણાદિ કર્મોનો, તત્સહવર્તી મોહનીયકર્મનો અને અન્ય બે ઘાતી કર્મોનો નાશ થાય છે, જેના બળથી તે મહાત્મા કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. શુદ્ધ આત્માને જોવા માટે પ્રવર્તતું ચિત્તસ્થર્ય કદાચ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરાવે તેવું પ્રકર્ષવાળું ન થયું હોય તો તે ચિત્તધૈર્યથી અનેક લબ્ધિઓરૂપ ઐશ્વર્ય પણ પ્રગટે છે. જેમ-ભરત-બાહુબલી આદિ જીવોને પૂર્વભવમાં સંયમપાલન કાળમાં થયેલા ચિત્તધૈર્યથી અનેક પ્રકારની લબ્ધિઓ પ્રગટેલી તેથી એ ફલિત થાય છે કે ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણરૂપ સંયમ ચિત્તધૈર્યમાં ઉપયોગી છે અને તે ચિત્તસ્થર્ય શુદ્ધ આત્માના પારમાર્થિકસ્વરૂપને જોવાના વ્યાપારવાનું હોય તો કેવલજ્ઞાન પ્રગટે છે અને કેવલજ્ઞાન પ્રગટે તેવું ઉત્કટ ચિત્તધૈર્ય પ્રગટ થયું ન હોય તો અનુષંગથી અનેક લબ્ધિઓરૂપ એશ્વર્ય પણ પ્રગટ થઈ શકે છે. અર્થ : ફૅશરસ્થાનીશ્વરસ્ય...અનુપા, ઈશ્વરને ઐશ્વર્યયુક્તને કે અનીશ્વરને=ઐશ્વર્યરહિતને, વિવેકથી
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy