SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૨-૫૩, ૫૪ પુરુષ કરી શકે નહિ. જેમ એક દેશમાં રહેલા શુક્લવર્ણવાળા બે પાર્થિવ પરમાણુઓમાં ‘આ પરમાણુ કરતાં આ પરમાણુ ભિન્ન છે' એવો બોધ અન્ય કોઈ કરી શકે નહિ તેવા સ્થાનમાં પણ ક્ષણ અને ક્રમમાં સંયમ કરવાથી, જેમને સૂક્ષ્મ જ્ઞાન પ્રગટ્યું છે, એવા યોગીને એક ક્ષેત્રમાં રહેલા સમાન વર્ણવાળા બે પાર્થિવ પરમાણુમાં ભેદનું જ્ઞાન થાય છે અર્થાત્ જેમ સૂક્ષ્મ એવી પૂર્વ ક્ષણ અને અપર ક્ષણ જુદી છે, તેવું ભેદનું જ્ઞાન થાય છે, તેમ એક ક્ષેત્રમાં રહેલા બે પાર્થિવ પરમાણુઓમાં આ પાર્થિવ પરમાણુ કરતા આ પાર્થિવ પરમાણુ જુદો છે, તેવું સૂક્ષ્મ જ્ઞાન તે યોગીને થાય છે. ll૩-૫૨/૫૩ અવતરણિકા : सूक्ष्माणां तत्त्वानामुक्तस्य विवेकजन्यज्ञानस्य सज्ञाविषयस्वाभाव्यं व्याख्यातुमाह - અવતરણિતાર્થ : સૂક્ષ્મતત્વસંબંધી કહેવાયેલા વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનના સંજ્ઞાનું, વિષયનું અને સ્વભાવપણાનું વ્યાખ્યાન કરવા માટે કહે છે – સૂત્ર : तारकं सर्वविषयं सर्वथाविषयमक्रमं चेति विवेकजं ज्ञानम् ॥३-५४॥ સૂત્રાર્થ : સર્વવિષયવાળું, સર્વથાવિષયવાળું અને અક્રમવાળું એવું વિવેકથી ઉત્પન્ન થયેલું તારક જ્ઞાન છે. Il3-૫૪ll ટીકા : 'तारकमिति'-उक्तसंयमबलादन्त्यायां भूमिकायामुत्पन्नं ज्ञानं तारयत्यगाधात् संसारसागराद्योगिनमित्यान्वर्थिक्या सज्ञया तारकमित्युच्यते । अस्य विषयमाह-सर्वविषयमितिसर्वाणि तत्त्वानि महदादीनि विषयो यस्येति सर्वविषयम्, स्वभावश्चास्य सर्वथाविषयत्वम्, सर्वाभिरवस्थाभिः स्थूलसूक्ष्मादिभेदेन तैस्तैः परिणामैः सर्वेण प्रकारेणावस्थितानि तत्त्वानि विषयो यस्येति सर्वथाविषयम्, स्वभावान्तरमाह-अक्रमं चेति-निःशेषनानावस्थापरिणतत्र्यात्मकभावग्रहणे नास्य क्रमो विद्यत इति अक्रमम्, सर्वं करतलामलकवद्युगपत् પશ્યતીત્યર્થ: રૂ-૧૪ ટીકાર્ય : સંયમવત્સત્ કૃત્યર્થ: તે પૂર્વમાં કહેવાયેલા સંયમના બળથી અત્યંભૂમિકામાં ઉત્પન્ન થયેલું જ્ઞાન અગાધ સંસારસાગરથી યોગીને તારે છે, એ પ્રકારની અન્વર્થસંજ્ઞાથી તારક એ પ્રમાણે કહેવાય છે, અથાત્ વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન તારક એ પ્રમાણે કહેવાય છે.
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy