SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સુમિત્ર વેષણ * ૨૭ મંત્રીઓ વિનયપૂર્વક બેલ્યા. હે સવામિ! એમ બેલિવું આપને ઉચિત નથી. બહુ ભારે પુણ્યવડે પણ રાજ્યશ્રી ખરેખર દુર્લભ હોય છે, વળી હે પ્રભો ! આ તમારો મિત્ર નામથી સુમિત્ર છે, પણ અર્થથી નથી. કારણકે, જે તુછબુદ્ધિ આ તમારા ઉત્સવસમયમાં પલાયન થઈ ગયે. હે સ્વામિ ! આપનું ભાગ્ય બહુ તપે છે, જેથી બુદ્ધિમાન મિત્રે ઘણા આપને આવી મળશે. માટે કૃપા કરી આ૫ નગરમાં પધારે. એ પ્રમાણે મંત્રીઓએ બેધ કરી બલાત્કારે વીરાંગદને પિતાના નગરમાં લઈ જવાની તૈયારી કરી. ઉચા તેરણ તેમજ ધ્વજ પતાકાઓથી નગર બહુ શોભાવવામાં આવ્યું હતું. અદ્દભુત કાંતિમય શરીર અને લોકપ્રિય ગુણો વડે નગરમાં તથા પૌરાંગનાઓના હૃદયમાં ભૂપતિએ પ્રવેશ કર્યો. ત્યાર પછી તે વીરાંગદરાજા રાજમંદિરમાં ગયે. અને સૂર્યબિંબની જેમ સિંહાસન પર બિરાજમાન થયે. મંત્રીઓ અને નાગરિકોએ મેટા ઉત્સવથી રાજયાભિષેક કર્યો. વરસતા મેઘજળની માફક વીરાંગદરાજાના વિદ્યમાનપણથી સર્વત્ર તાપરૂપ વ્યાધિથી મુક્ત થઈ પૃથ્વીતલ શાંત થઈ ગયું. એ એના ગુણને લીધે ઉચિત જ ગણાય, ત્યારબાદ પૃથ્વીની અપ્સરાઓ અથવા નિમેષ દૃષ્ટિવાળી દેવાંગનાઓ સમાન રાજકન્યાઓ સાથે વીરાંગદનાં લગ્ન થયાં. હમેશાં લક્ષમીવિલાસના ભોગ પિોતે ભગવતો હતો છતાં પણ સમુદ્રની માફક તેના હદયને વડવાનળની માફક સુમિત્રને વિરહ શેષવતો હતો. રતિસેના અરણ્યના ગહનકુંજમાં સુમિત્રે દિવસ વ્યતીત કર્યો. સૂર્યમંડલે અસ્તાચલના શિખરની મુલાકાત લીધી. » સંધ્યાકાલનો રંગબેરંગી દેખાવ દષ્ટિગોચર થયે.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy