________________
શશગઢપ્રકોપ
૧૩ રાજાની આજ્ઞા પ્રમાણે સુભટો કુમારની પાસે ગયા અને ભૂપતિને અભિપ્રાય બહુ સંકેચથી તેમણે ભય પામીને કહી સંભળાવ્યું.
તે સાંભળી વીરાંગદકુમાર રાજ્ય પ્રાપ્તિની માફક બહુ પ્રસન્ન થ. હાલમાં ઈછા પ્રમાણે આનંદથી હું દેશાટન કરીશ. તે સમયે સુમિત્ર બોલ્યો.
અહો ! દૈવની દુષ્ટતા કેવી છે ? કારણ કે, દુર્જનની માફક જે દેવે ગુણને પણ દૂષિત કર્યો. પ્રાયે ગુણ જ પ્રાણિઓને કલેશ ઉપજાવનાર થાય છે.
કારણ કે, શુકે (પપટો)નું વાકચાતુર્ય જ તેમના બંધન માટે થાય છે.
ત્યારબાદ દિવસને ચંદ્ર જેમ પ્લાન મુખવાળા પિતાના મિત્રને જોઈ પ્રફુલ્લ કમલની માફક વિકસવર મુખે વીરાંગદ બોલે.
હે મિત્ર ! ખેદ કરીશ નહીં. માર્ગમાં રહેલા સફલ વૃક્ષની જેમ સપુરુષે પરોપકારની ઈચ્છાથી દુસહ કલેશને સહન કરે છે.
દેવને પ્રસન્ન કરવાથી પ્રગટ થયેલી ચંદ્રની જેમ ક્ષીણતા તેમ પપકારથી ઉત્પન્ન થયેલી સજજનેની વિપત્તિ પણ સુંદર ગણાય છે.
પ્રથમ પણ મારું ચિત્ત દેશાવલેકનમાં ઉત્કંઠિત હતું, છતાં આ પિતાને જે હુકમ થયો, તે દુધમાં શર્કરા (સાકર) બરોબર છે. દેશાટન કરવું એ મહદયનું કારણ છે.
प्रौढा श्रीश्चतुरैः सम परिचितिविद्याऽनवद्या नवा,
नानाभाषितवेषलिप्यधिगतिः कृन्दावदात यशः । धीरत्व मनसः प्रतीतिरपि च स्वीये गुणौघे सतां,
मानात् को न गुणोदयः प्रसरति मामण्डलालोकनात् ॥१॥ ભૂમંડળનું અવલોકન કરવાથી પ્રૌઢ લક્ષમી મળે છે. પંડિતે સાથે પરિચય થાય છે. નવીન પવિત્ર મનહર વિદ્યા પ્રાપ્ત થાય છે. વિવિધ પ્રકારની ભાષા, વેષ અને લિપિ જાણવામાં આવે છે.