________________
s
કુમારપાળ ચરિત્ર ત્યારબાદ હેમચંદ્રસુરિ કુમારપાલને લઈ જિનેંદ્રિોને નમસ્કાર કરી તેમની આગળ બેઠા. જિનેકવાણી
અન્ય તમાધુર્યથી ભરેલી વાણી વડે કાનને વિષે ઉત્તમ જલ. સારણીને પ્રચાર કરતા હોય તેમ શ્રીજિદ્રો બેલ્યા.
સુવર્ણાદિક વસ્તુઓના પરીક્ષકે તે ઘણાએ હોય છે, પરંતુ ધર્મતત્વને પરીક્ષક તે કેઈપણ સ્થળે કઈક જ કુશલ હોય છે.
હે રાજન ! ખરેખર હોંશીયાર તું એક જ છે. જેણે પાષાણસમાન હિંસાત્મક ધર્મને ત્યાગ કરી રત્નસમાન દયામય ધર્મને સ્વીકાર કર્યો..
નુપાદિકને વિષે હૃદયને આનંદ આપનારી જે સંપત્તિ દીપે છે, તે ધર્મવૃક્ષનું પુષ્પ છે અને મુકિતલક્ષમી એ તેનું ફલ છે.
વળી જેના હાથમાં ધર્મરૂપ ચિંતામણિ રહ્યો હોય, તેને નૃપ, ચક્રવતિ, ઇંદ્ર અને તીર્થકરને વૈભવ દૂર નથી.
તારા ભાગ્યની રચના બહુ અદ્દભુત છે, જેથી તત્ત્વનિધિ શ્રી હેમચંદ્રગુરુ તને પ્રાપ્ત થયા છે.
પછી ચુક્યાદિ પૂર્વજોએ હેમચંદ્રસૂરિને પ્રણામ કરી કુમારપાલને આલિંગન આપી પ્રસન્ન થઈ કહ્યું,
હે વત્સ ! તારાવડે અમે પુત્રવાળા થયા છીએ, કારણકે, કુમાર્ગને ત્યાગ કરી ઉત્તમ માને તું આશ્રયી થયે છે.
આ જૈનધર્મને ત્યાગ કરી અન્ય કોઈ કૃતજ્ઞપ્રભુ નથી. જે પ્રભુ પ્રણામ માત્રવડે પિતાના સેવકને મોક્ષપદ આપે છે. માટે સંશયરૂપ હીંડોળામાં ખેલતા મનને સ્થિર કરી આ ગુરુની આગળ માયા રહિત તું પિતાનું કાર્ય સિદ્ધ કર.
એમ કહી તે સર્વે ત્યાંથી વિદાય થયા.
પછી કુમારપાલ વિચાર કરવા લાગે, શંકર વિગેરે દેએ તે પ્રમાણે કહ્યું હતું અને જિનેંદ્રોએ આ પ્રમાણે કહ્યું, તે પછી આ મનનેમાં સત્ય કર્યું ?