SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ નરેંદ્રવિલાપ ૩૨૯ આ ચાર પ્રકારનું ધ્યાન કરનાર તેવા ભાવથી રંજીત થયેલ ધ્યાની પુરુષ જમરી રૂપ થયેલા કીટની જેમ તન્મયતાને પામે છે. ધ્યાતા અને ધ્યાન, એ બંનેને નિવૃત્ત કરનાર ધ્યેયની સાથે જ્યારે એકતા થાય છે, ત્યારે આ અંતરાત્મા પરમાત્માને વિષે લીન થાય છે. ત્યારબાદ ઘાતી કર્મોને નાશ કરી કેવલજ્ઞાન પામી દષ્ટિગોચર થયેલી વાતુની માફક સમગ્ર વિશ્વનું અવલોકન કરે છે. સર્વ કલેશથી મુક્ત થયેલ અને જીવન મુક્તપણાને પ્રાપ્ત થયેલે તે આત્મા પરમાત્માની માફક આ લેકમાં પણ પરમાનંદને ભગવે છે. અંતેછેવટમાં શૈલેશી ધનવડે શેવ કર્મને ક્ષય કરી, શરીરને ત્યાગ કરવાથી આત્મા પરમાત્મારૂપ થઈને મોક્ષ સુખમાં લીન થાય છે. | સર્વનું સર્વકાલમાં જે સુખ હોય છે, તે મોક્ષ સુખના અનંતમા ભાગ જેટલું પણ હેતું નથી. માટે હે ભવ્યાત્માઓ! જેવી રીતે મિક્ષ સુખ તમારા હસ્ત ગોચર થાય, તેવી રીતે પ્રમાદનો ત્યાગ કરી તમે યત્ન કરે. જો કે કાલના મહિમાથી આ જન્મમાં મુક્તિ સુખ મળવાનું નથી. તે પણ આત્મધ્યાનમાં રફત થવાથી તે મોક્ષ સુખ ભવાંતરમાં પણ પ્રાપ્ત થાય, એમ કહી આચાર્ય મહારાજ શાંત રહ્યા એટલે કેટલાક ભવ્ય પુરુષોએ માનવ ભવને દુર્લભ માની સમ્યફવાદ અભિગ્રહ લીધા. નરેંદ્રવિલાપ રાજર્ષિ શ્રીકુમારપાળરાજા ક્ષમાપનાના સમયે ચરણકમલમાં પડી નેત્રમાંથી અશુ વર્ષાવતે ગદ્ગદ્દ કંઠે ગુરુને કહેવા લાગ્યો. દરેક ભવમાં સ્ત્રી વર્ગ તથા રાજ્ય સુખાદિક સુલભ છે, પરંતુ કલ્પવૃક્ષ સમાન આ૫ના સરખા કલ્યાણકારી ગુરુ મળવા બહુ દુર્લભ છે. હે ભગવાન ! તમે મને કેવલ ધર્મ આપનાર નથી, પરંતુ જીવિત આપનાર પણ તમે જ છે, માટે આપના અણુમાંથી હું કેવી રીતે મુક્ત થઈશ?
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy