SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ દશપુરનગર ૨૭૭ ત્યારબાદ પ્રત રાજાએ એક સાથે ઘેડ, રથ અને સારથિસહિત ઉદાયનને મારવા માટે ક્રોધપૂર્વક પિતાના ગંધ હસ્તીની પ્રેરણા કરી. જેમ જેમ તે રથ ફરે છે, તેમ તેને પકડવા માટે રોષસહિત વરીનો હાથી રથની પાછળ વારંવાર ભમે છે. ઉદાયનરાજાએ તીક્ષણ મુખવાળાં બાવડે તે હાથીના પગ વ્યાધની માફક વારંવાર વીધી નાખ્યા. જેથી તેના ચારે પગ છેદાઈ ગયા. ઉભો રહેવાને પણ અશકત થઈ ગયે અને રણભૂમિમાં પંગુની માફક પડી ગયો. ઉદાયનરાજાએ હાથીના કુંભ સ્થલ ઉપરથી પ્રદ્યોતને પિતાના મૂર્તિમાન જયની માફક બાંધીને પકડી લીધે. તેને ભાલસ્થલમાં પોતાની કીતિની પ્રશસ્તિ જેમ સ્પષ્ટ અક્ષરેવડે “દાસી પતિ” એવું નામ તેણે લખાવ્યું. ચંડપ્રદ્યોતના કહેવાથી વિદિશાનગરીમાં રહેલી પ્રતિમા જાણીને માલવેંદ્રને સાથે લઈ ઉદાયનરાજા તે નગરીમાં ગયે. તેણે ત્યાં મૂર્તિની પૂજા કરી. પછી રાજાએ પ્રતિમાને હલાવી તે પણ તે પૃથ્વિીની માફક અચલ થઈ ગઈ અને પિતાના સ્થાનમાંથી ચલાયમાન થઈ નહી. ફરીથી વિશેષ પૂજન કરી ઉદાયને કહ્યું હે પ્રભે! મારા ભાગ્યને શું નાશ થયો? જેથી આપ મારે ત્યાં આવતા નથી. - આ પ્રમાણે રાજાનું વચન સાંભળી તે મૂર્તિને અધિષ્ઠાતા દેવ છે . હે રાજન ! તું શિક કરીશ નહીં. ધૂળની વૃષ્ટિવડે તારૂં નગર પૂરાઈ જશે, તેથી હું ત્યાં આવીશ નહીં. એમ તે દેવની આજ્ઞાથી ઉદાયનરાજા હાથમાંથી પડી ગયેલ છે ચિંતામણિ જેને, એવા પુરુષની માફક ચિંતાતુર થઈ પોતાના નગર પ્રત્યે પાછો વળે. દશપુરનગર ઉદાયનરાજા માર્ગમાં ચાલતું હતું, તેવામાં પિતાના ઉદય વડે
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy