________________
૨૫૨
કુમારપાળ ચરિત્ર
અહો ! ગર્તાનું નામ માત્ર પણ રહ્યું નથી, આ શું થયું ? મહાખેદની વાત થઈ.
જેમ જીવિત માટે ઔષધ ખાવાથી રોગીનું મરણ થાય તેમ પુણ્યના માટે ચૈત્ય બંધાવતાં મને ઉલટું આ મહાપાપ થયું.
આટલા બધા પ્રાણીઓના મૃત્યુનું કારણ વૃથા હું' થયે. હવે દૂષિતની માફક હું લોકોને કેવી રીતે મુખ બતાવીશ.
ગર્તામાં મરી ગયેલાઓની સ્ત્રીઓના અતિ ઉષ્ણ પ્રસરતા શ્વાસે વડે જીવતે હું જરૂર બની જઈશ, એથી હું પોતે જ મરી જાઉં તો સારું. માણસાહસ
- ત્યારબાદ તેઓના વધથી ઉત્પન્ન થયેલા પાપ પંકને શુદ્ધ કરવાની ઈચ્છાથી જેમ આમૃભટ પૃપાપાત કરવા માટે પાસમાં રહેલા નર્મદાના તટપર ચઢ.
તેમજ સ્ત્રી પતિના માર્ગને અનુસરનારી હોય છે, એ શાસ્ત્ર સિદ્ધ હોવાથી તેના પતિએ ઘણી ના પાડી તે પણ ભતની પાછળ મરવા માટે તેની સ્ત્રી પણ ઉભી રહી.
રૂદન કરતા સેવકોએ “નૃપાપાત ન કરે ન કરો” એમ નિવારે છતે પણ મરણીયાની માફક પોતાની સ્ત્રી સહિત તેણે તટપરથી પડતું મૂકયું.
નીચે પડે તે પણ પ્રિયા સહિત આમ્રભટ શરીરે આબાદ રહ્યો અને તેજોમય મૂતિ હેયને શું ? તેમ ત્યાં આગળ ઉભેલી કેઈક સ્ત્રી તેના જેવામાં આવી.
ત્યાર પછી તેણે પૂછ્યું. હે ભદ્ર! બેલ. આવી કાંતિમય તું કેણ છે? અદૃષ્ટગમન કરતી તું અહીંયા અકસ્માત કયાંથી આવી છે? પ્રભાયાદેવી
શાંતદષ્ટિથી અવલોકન કરતી તે દેવી બોલી. હે વત્સ! આ ક્ષેત્રની અધિષ્ઠાયિકા પ્રભાઢયા નામે હું દેવી છું.