________________
૨૪૮
~~
~~~~
~
~
~
-
-
કુમારપાળ ચરિત્ર ઉદર ભરાઈ ગયું અને તે પિતે અપૂર્વ મહોત્સવ કરવાનો પ્રારંભ કરતું હતું, તેટલામાં જેના મુખની કાંતિ ઉતરી ગઈ છે, એવે તે દેવને પૂજારી ત્યાં આવી મંત્રી પ્રત્યે બે.
હે દેવ ! કોઈ પણ કારણને લીધે સમગ્ર મંદિર તુટી ગયું છે.
અમૃતમાં વિષ, દુધમાં કાંજી, હર્ષમાં વિષાદ અને વેદોચ્ચારમાં અશ્રાવ્ય ગાળેની માફક
બહુ દુઃખદાયક એવું પણ તે વાકય સાંભળી વાગૃભટ સૂર્યના કિરવડે કમલ જેમ અત્યંત ઉલ્લાસ પામે.
પછી તે વાત સાંભળી સેવકો બહુ શોકાતુર થઈ ગયા અને મંત્રીને પ્રમુદિત થયેલે જઈ તેમણે પૂછયું.
હે સ્વામિ ! આ વિષાદના સમયે તમને હર્ષ શાથી થયો છે?
મંત્રીએ તેમને કહ્યું. સત્કર્ષ સ્થિતિવાળો હું વિદ્યમાન છતે આ ચૈત્ય તૂટી ગયું છે, તે હું હાલમાં જ ફરીથી નવીન કરાવીશ, એથી મને આનંદ થયો છે. અન્યથા મારા મરણ પછી દૈવયેગે જે પડી ગયું હેત તે તે રૌત્ય કઈ બીજે બંધાવત, પછી મારું નામ પણ ચાલ્યું જાત, ચૈત્યપતન કારણ
કલાવાન સમગ્ર શિલ્પીઓને બોલાવી મંત્રીએ પૂછયું. શા કારણથી આ પ્રાસાદ ચીરાઈ ગયે?
શિલ્પીઓએ જવાબ આપે. ભમતી વિનાનું ચૈત્ય બાંધવામાં આવે તે વંશનો નાશ કરનાર તે થાય છે.
એમ વિચાર કરી અમેએ આ મંદિર ભમતી સહિત બાંધ્યું તેની અંદર પવન ભરાઈ ગયે. તે પવન બહાર ન નીકળી શકે. તેના ક્ષોભથી પાકા ચીભડાની માફક આ રૌલ્ય ફાટી ગયું છે, એ સત્ય વાત છે.
તે સાંભળી વાગૂભ વિચાર કર્યો, જે કે; વંશ પણું પ્રિય છે અને તેની આબાદી રહેવી જોઈએ, પરંતુ તે વંશને હાલમાં સંશય છે.