SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પપ પપપપ પપપ . vyvinuuniminium સમરસ રાણે ૨૩૭ તેમજ તે સમયે સુભટો ખડૂગ, ભાલા બાણ, ગદા, કેશ અને મુષ્ટિઓવડે પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. ત્યારપછી મહાપરાક્રમી શત્રુના રસૈનિકે એ પોતાના સૈન્યને પરાજય કર્યો. તે જોઈ શ્રી ઉદયનમંત્રી પિતે કાલની માફક રૂણ થઈ યુદ્ધ કરવા તૈયાર થયા. જે મરી ગયા ન છે તે તમે જલદી નાસી જાઓ, એમ નકકી કહેવા માટે જેમ, તેના ધનુષના શબ્દો શત્રુઓના કાનમાં પઠા. તેમજ વીર શિરોમણ મંત્રીએ ધનુષ ચઢાવી બહુ બલથી બાણ ફેકયાં કે; તરતજ શત્રુઓ રણક્ષેત્રમાં પડી ગયા, એ મોટું આશ્ચર્ય. સિંહ સમાન દઢ પરાક્રમી શ્રી ઉદયનમંત્રીએ યુદ્ધમાં પ્રહાર કરે છતે મૃગલાઓની માફક કયા શત્રુઓ મરણ ન પામ્યા ? કૃતાંતયમની માફક ઉદયન વીરવડે સર્વ બાજુએથી હણાતા. સૈન્યને જોઈ સમરસ બહુ ક્રોધાયમાન થઈ ગયે. પછી કમરમાં લટકતા બાણના ભાથા અને હાથમાં ધનુષને વહન કરતે, ઉત્કૃષ્ટ વીરરસના ઉત્સાહથી ઉભા થઈ ગયા છે કેશ જેના, યુદ્ધમાં કુશલ એવા અશ્વ ઉપર બેઠેલો, પ્રૌઢપરાક્રમને ધારણ કરતો સાક્ષાત્ ધનુર્વેદ સમાન તે રાણે મંત્રીની આગળ થે. સમાન સુભટના સમાગમથી પિતાને કૃતાર્થ માનતા અને હાથીની માફક ગર્જના કરતા તેઓ બંને કોધ વડે યુદ્ધ કરવા લાગ્યા. પરસ્પર બાણની વૃષ્ટિ કરતા અને એક બીજાના બાણેને સંહાર કરતા તેઓ મિત્રની માફક બદલો ભૂલતા નહોતા. બહુ વેગથી ચાલતાં અને સર્વથા મધ્ય ભાગમાં નહી અટક્તાં બાણે પિતાનું શીધ્ર ગમન સત્ય કરતાં હતાં. ત્યારપછી ઉદયન મંત્રીએ શત્રુના બાણ છેદને બચાવીને તેના હૃદયમાં પિતાના પરાક્રમની માફક બહુ જેસથી બાણ માર્યું. રણસંગ્રામમાં શોના ક્ષતથી પ્રસરતા રૂધિર વડે ખરડાયેલા મંત્રી અને રાણે બંને વષરૂતુમાં ઐરિક-લાલ માટીના ઝરણાથી વ્યાસ પર્વતે હેય ને શું? તેમ શેભતા હતા.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy