________________
મદનવેગા વિવાહ
૨૧૫
પરસ્પર કુશલવાર્તા થયા બાદ વિદ્યાધર ખેલ્યું. હે દેવ ! હાલ આપ મારે ત્યાં પધારા. મારા આશ્રમને સુશેાભિત કરો.
પરસ્પર આલાપરૂપ અમૃતથી સિંચાયેલી પ્રીતિરૂપ મનેાહર વેલડી પ્રશસ્ત મનરૂપ પુષ્પને વિકવર કરી સુખરૂપ લને પ્રગટ કરે છે.
એમ તે વિદ્યાધરની પ્રાથનાથી વિક્રમરાજાએ રાજ્યભાર પેાતાના મંત્રીને સોંપી દીધા અને તેની સાથે વિમાનમાં એસી રાજા આકાશમાર્ગે ચાલતા થયેા.
પૃથ્વીનું અવલાયન કરતા વિક્રમરાજા ક્ષણમાત્રમાં વૈતાઢયપર મણિમંદિર નગરમાં પહેાંચ્યા.
ત્યારપછી નીલકંઠ વિદ્યાધર બહુ વિનયપૂર્ણાંક રાજાને પેાતાના સ્થાનમાં લઈ ગયા અને જ્યેષ્ઠ ખંધુની માફક તેને બહુ આતિથ્ય સત્કાર કર્યાં. મદનવેગા વિવાહ
r
રૂપવડે દેવાંગનાઓના દૌર્ભાગ્યને પ્રગટ કરતી અને કામના આવેગથી શે।ભતી મઢનવેગા નામે પેાતાની બહેનને વિક્રમ સાથે પરણાવીને નીલકંઠે બહુ હર્ષોંથી કુબેરના ભંડારસમાન અને ઉત્કૃષ્ટ વસ્તુઓ તેને આપી.
ત્યારખાદ શાશ્વત ચૈત્યાને વાંઢવા માટે વિક્રમરાજા વાદળાઓની માફક વિદ્યાધરાના વિમાનાવડે આકાશને આચ્છાદન કરતા ત્યાંથી નીકળ્યે,
ધ રૂપ ત્રિભુવનપ્રભુના આસ્થાન મંડપ સમાન, ઘાતકીખંડના વિભાગેામાં અને મેરૂઆદિસ્થળામાં રહેલાં સતીર્થાંને નમી, મનેાહર સ્તોત્રોવડે સ્તુતિ કરી, વિક્રમરાજાએ પેાતાનાં નયનેને સફલ કર્યાં.
ત્યારપછી તેજ વિમાનાતિક સમૃદ્ધિવડે ત્યાંથી પાછેા વળી વિક્રમરાજા પેાતાના નગરમાં આવ્યેા. બાદ નીલકંઠ વિગેરે વિદ્યાધરોના સત્કાર કરી તેમને વિદાય કર્યાં.
મુનિચંદ્રસૂરિ
એક દિવસ વિશુદ્ધ પાદન્યાસથી ભૂમિપીઠને પવિત્ર કરતા શ્રીમુનિચ'દ્રસૂરિ પુન: ત્યાં પધાર્યાં. શ્રીવિક્રમરાજા ત્યાં ગયા.