________________
V
૨૧૨
કુમારપાળ ચરિત્ર પરંતુ અભવ્યમાં ઉપદેશ અને બાલકમાં સ્ત્રી કટાક્ષ જેમ તેમણે કરેલા સર્વ ઉપાયે તેને વિષે નિષ્ફલ થયા.
મરી ગયેલી હોય તેમ તેને માની તેનાં માતાપિત તેના દુઃખથી બહુ દુઃખી થઈ ગયાં અને ક્ષણમાત્ર તે દુઃખને વિન કરનારી મૂછને સ્વાધીન થઈ પડયાં.
શીતઉપચારથી હરિશ્ચંદ્ર સચેતન થયો. ત્યારબાદ તેણે મંત્રીના વિચારથી તેજ વખતે શિવપુરનગરની અંદર પહષણ કરાવી.
જે મારી પુત્રીને સજીવન કરે, તે પુરુષને અધ રાજ્ય સાથે મૂતિમતી કુલલક્ષ્મી સમાન આ મારી પુત્રી હું આપીશ.
આ ઘેષણ સાંભળી ઉત્તમ કર્મને આશ્રર્ય કરી વિક્રમ પિતાની વિટીની પરીક્ષા માટે રાજસુતાની પાસે ઘણું આનંદથી ગયે.
તેના દર્શન માત્રથી જ રાજાએ જાણ્યું કે, મારી પુત્રી સજીવન થશે, એમ માની મિત્રની માફક અભ્યથાનાદિવડે તેને સત્કાર કર્યો. જેથી વિકમ બહુ પ્રસન્ન થયા.
રનમંજરીને જોઈ વિક્રમે વિષમ વિષ વેગને ત્રાસ આપનાર પિતાની વીંટીનું જલ તેના મુખપર છાંટયું.
તરત જ તે સુતેલીની માફક એકદમ જાગી ઉઠી.
પ્રફુલ થયાં છે નેત્રકમલ જેનાં એવી રત્ન મંજરી પદ્મિની જેમ સૂર્યને તેમ આગળ ઉભેલા વિકમને જોઈ બહુ રાજી થઈ તે ખરેખર ઉચિત છે.
પિતાની પુત્રીને સજજ થયેલી જોઈ રાજાના હર્ષાશ્રુથી બાચીયાં ભરાઈ ગયાં અને સ્તુતિ પૂર્વક વિક્રમને કહ્યું,
જેનું મન નિરંતર પરદુઃખ દૂર કરવામાં અત્યંત રસિક હેય તે તે એક જ હાલમાં વિચારશીલ અને દયાળુ છે.
વળી જે દુષ્ટબુદ્ધિ સામર્થ્ય છતાં દુઃખીને વારંવાર ઉપકાર કરતા નથી તેવા માતાના યૌવન હારી પુરુષને જન્મ મા થાઓ.