________________
૧૯૪
કુમારપાળ ચરિત્ર
અભિગ્રહ રૂપ અનેક વસ્ત્રો પહેર્યાં. સત્કીતિ રૂપ ચંદનના
લેપ કર્યાં.
સદાચારરૂપી છત્ર ધારણ કર્યું.. હૃદયમાં સમ્યક્ત્વ રત્ન ધારણ કર્યું". દાનરૂપી કંકણુથી હસ્ત સુશાભિત કર્યાં અને
સંવેગ હાથીપર આરૂઢ થઈ શ્રીકુમારપાલ ભૂપતિ પેાતાના ઘેરથી નીકળ્યેા.
તે સમયે ભારતના ભગ-ભાંગા રૂપ જાનૈયાએ તેમની પાછળ
ચાલતા હતા.
ભાવના રૂપ અદ્ભુત નારીએ ધવલ મોંગલ ગીતા ગાતી હતી. ક્ષમારૂપ ગિની લુણુ ઉતારતી હતી.
આ પ્રમાણે રાજા પેાતાના ઘેરથી નીકળી અનુક્રમે પૌષધાલયમાં
આન્યા.
વિરતિ રૂપ સાસુએ ત્યાં આવી પાંખણાને આચાર કર્યાં. શમાદિક માળાએએ બતાવેલા માર્ગે થઈ અંદર પ્રવેશ કર્યો. મૃદુતારૂપ જલ વડે નવરાવેલી,
શીલરૂપ ઉત્તમ વસ્ત્ર, સત્યમય કચુક, અને ઉત્તમ યાન રૂપ કુંડલ,
પ્રભાવિક નવપદ રૂપ હાર અને વિવિધ તપના ભેદ રૂપ મુદ્રિકાએ પહેરાવી પેાતાની પુત્રી કૃપાને ધરાજા ત્યાં લાવ્યા.
ત્યારબાદ અહદેવની સાક્ષિએ અપાર પ્રેમ સાગરમાં મગ્ન થયેલ શ્રીકુમારપાલરાજાએ કરૂણાનુ પાણિગ્રહણ કર્યુ.
કરૂણાએ હસ્તકમલવડે સ્પર્શી કરેલેા, પેાતાને હસ્ત જોઈ તેને ધન્ય માનતે ગૂજરેંદ્ર મનમાં એલ્યુ.
હું હસ્ત ! અન્ય કાયના ત્યાગ કરી તે જે શ્રીમાનજિનેશ્વર ભગવાનની પૂજા કરી તેના પ્રભાવથી જ આ શ્રીકરૂણાદેવીના હસ્તના સ્પર્શ તને પ્રાપ્ત થયા.
ખીજાઓને દુષ્પ્રાપ્ય એવા આ શ્રીકાદેવીના હસ્તકમલ પામીને તે. પેાતાનું દક્ષિણત્વ–ચાતુ =વામેતરત્વ અને પ્રકારે બતાવ્યુ..