________________
૧૪ વિદ્રય મુનિવર્ય શ્રી બુદ્ધિસાગરજી મને સકળ સંઘે ધન્યવાદ આપ્યા. જૈન શાસનની વિજય પતાકા લેહરાવી.
પૂજ્ય શ્રી રત્નસાગરજી મહારાજાને સુરતના સમસ્ત જૈનસંઘ ઉપર અસીમ ઉપકાર હતો. તેઓશ્રીના ઉપકારની સ્મૃતિ માટે સંકળ જૈન સંધને સુંદર પ્રેરણા આપી. શ્રી જૈન સંઘે પ્રેરણા ઝીલી લીધી.
“શ્રી રત્નસાગરજી જૈન વિદ્યાશાળા” નામની સંસ્થા સ્થાપના કરી. જૈનધર્મનું જ્ઞાન મેળવી અનેક આત્માઓએ આત્મકલ્યાણ સાધ્યું. જૈનત્વના સંસ્કાર સ્થિર કર્યા. - ચાતુર્માસ પૂર્ણ થયું. વિહાર કરી અનેક ગામોમાં અનેક શહે. રેમાં ઉપદેશ આપે. ધર્મ જાગૃતિ અર્થે પાઠશાળાઓની સ્થાપના કરી.
વિ. સં. ૧૯૫૮નું ચાતુર્માસ પાદરા કર્યું. મોહનલાલ હેમચંદ વકીલ વગેરે આગવાન શ્રાવકોએ મહાન લાભ લીધે.
શ્રાવક સંઘની વિનંતિથી “પડ–દ્વવ્ય-વિચાર” “તત્વ-વિચાર - ચિન્તામણિ વગેરે ગ્રન્થોની રચના કરી. શ્રી જૈન સંઘમાં અપૂર્વ ધર્મ જાગૃતિ આવી.
વિસં. ૧૯૬૫માં માણસા મુકામે કારતક સુદ પંચમીના દિવસે શેઠશ્રી વીરચંદ કૃણાજીના અધ્યક્ષતામાં પૂજ્યવર્યશ્રી રચિત ગ્રન્થનું પ્રકાશન કરવા “અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ” સંસ્થાની સ્થાપના કરવામાં આવી.
પૂજ્યવર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજા હાલતી ચાલતી જંગમ મહાવિદ્યાપીઠ જેવા હતા. જ્ઞાનના અગાધ સાગર હતા. અષ્ટાંગ રોગના નિષ્ણાત હતા. અનેક અચિન્ય દિવ્ય મહાશક્તિઓના સ્વામી -હતા. જૈન ધર્મના મહાન હિત ચિંતક હતા.
- પૂજ્યવર્યશ્રીની વિદ્વત્તાની સુમધુર સૌરભથી આકર્ષિત થયેલા વડોદરા નરેશ શ્રીમાન સયાજીરાવ ગાયકવાડ મહારાજા તેમની આધ્યાત્મિક વાણી-રસનું પાન કરવા ઉત્કંઠીત થયા. વિ. સં. ૧૯૬૫ ચૈત્ર વદ ૪ના દિવસે લક્ષ્મી વિલાસમાં “આમન્નતિ વિષય ઉપર