________________
૧૭૦
કુમારપાળ ચરિત્ર
આ પ્રમાણે ઉઘાનપાલકની વાણી સાંભળી રાજાએ તેને સત્કાર કર્યો. ત્યારપછી દયમાંથી ઉભરાતા આનંદવડે હરિવહનરાજા અતઃપુર અને પૌર લેકે સહિત પુત્રના સન્મુખ નીકળે. પિત્રાદિ સમાગમ
પિતાના પિતાને સન્મુખ આવતા સાંભળી ભીમકુમારે વિલંબ રહિત યક્ષની પાસે હાથી, ઘોડા, રથ અને પાયલ વિગેરે ભરપુર રીન્ય તૈયાર કરાવ્યું.
પિતાને જોઈ ભીમકુમારે તેના ચરણ કમલમાં મસ્તકરૂપ કમળ મૂકયું, જેથી પદ્મપર બેઠેલી લમસમાન ભા કુંરવા લાગી.
રાજાએ પણ પુત્રને ઉભે કરી હૃદયની અંદર નાખતા હોય તેમ દઢ આલિંગન કરી મસ્તકપર વારંવાર ચુંબન કર્યું.
ત્યારબાદ પુત્રના આલોકનથી ઉછળતા સ્તન્ય-ધાવણના મિષથી હૃદયમાં પ્રીતિરસને બતાવતી હોય તેમ પોતાની માતાને તે નમે.
ત્યાર પછી તેના કહેવાથી પિતાના સ્વામીના પિતૃત્વની ભક્તિ વડે યક્ષાદિક સર્વ પરિવાર રાજાને નમે. ખરેખર સંતપુરુષે યેગ્યતાના જાણકાર હોય છે.
વિવિધ પ્રકારનાં ભેટણ લઈ આવેલા અને વિયેગરૂપ ગ્રીષ્મથી તપી ગયેલા નગરવાસી લોકોને પ્રિય આલાપ રૂપ સુધાવૃષ્ટિવડે ભીમ કુમાર પિતે વારંવાર સિંચન કરવા લાગ્યું.
ત્યારબાદ વિમાનશ્રેણીઓ વડે આકાશને અને સૈન્ય વડે પૃથ્વીને શોભાવ,
લક્ષ્મીવડે ઈદ્રસમાન પ્રૌઢ ગજેદ્રપર બેઠેલે,
વાગતાં વાજીંત્રોના ઇવનિવડે લાવેલા સેંકડે નગરવાસી સ્ત્રી પુરુષોએ સ્તુતિ કરાયેલ,
સુવર્ણના દાનવડે યાચકને ધાનાઢય કરતા અને વજપતાકાવડે સૂર્યના કિરણ રહિત નગરને જેતે ભીમકુમાર પિતાની સાથે પિતાના સ્થાનમાં ગયા.