________________
૧૬૨
કુમારપાળ ચરિત્ર ભટિકાને ઘણુંએ કહ્યું, છતાં તેણીએ નહીં માનવાથી તેણે પણ થાકીને ઈશાનદેશમાં કંબલના વેપારીને સેનૈયા લઈ આપી દીધી. તે વેપારીઓ પણ ભેગને માટે બહુ સખ્તાઈ કરી. ભદ્રિકા વિલાપ
ભદ્રિકા ઉદ્વિગ્ન થઈ વિચાર કરવા લાગી. સ્ત્રીઓને વિડંબના કરવામાં રૂપની સુન્દરતા મુખ્ય કારણ છે.
સ્ત્રીઓની વિરૂપતા ઉત્તમ ગણાય છે, કારણ કે તેથી અખલિત શીલ પાલી શકાય છે. શીલ લીલાને લેપ કરનારી રૂપવત્તા દરેક પગલે દુખ દાયક છે.
મહાખેદની વાત છે કે, સીતાદિક સતીઓ પણ જે દુઃખ પામી તે પણ આ રૂપને લીધે જ. માટે કલેશના સાગરસમાન આ રૂપને ધિક્કાર છે.
પ્રાણાંતમાં પણ જેઓએ શીલવત મલિન કર્યું નથી, તે સતીઓ જ હાલમાં મારૂ રક્ષણ કરે. એમ વિચાર કરી ભટ્ટિકાએ કંબલવણિકને તિરસ્કાર કર્યો. ત્યારે તે વેપારી પૂર્વભવને વરી હોય તેમ તેણીના ઉપર બહુ ગુસ્સે થયે.
ત્યાર પછી યમની માફક નિર્દય થઈ તેણે ભફ્રિકાના સમસ્ત શરીરમાંથી રૂધિર કાઢી કંબલ રંગવા માંડી.
શરીરને પુષ્ટ કરે અને લેહી ખેંચે, એમ કરતાં ધીમે ધીમે તે બહુ કૃશ અને રૂની પુણિકા સમાન નિઃસાર થઈ ગઈ, તે પણ તે પિતાનું શીલ પાલતી અને પિતાના ક્રોધને નિંદતી ત્યાં દિવસે નિર્ગમન કરતી હતી. અહે ! કુલીનસ્ત્રીઓની પરીક્ષા દુઃખ સમયે થાય છે. ધનપાનબંધુ
હવે એક દિવસ ઉજજયિની નરેશને બહુ દયાલુ ધનપાલ નામે દૂત ત્યાં આવ્યું. તે ભફ્રિકાને માટે બંધુ થતો હતે.
તેણે તેને જોઈને ઓળખી કે, આ મારી બેન છે. પછી ધન