________________
૫૧૦
કુમારપાળ ચરિત્ર
તેટલામાં જંગમ ચાલતા વિધ્યાદ્રિ સમાન અને ઉન્મત્તપણાને લીધે ભયંકર કઈક હાથી ભીમકુમાર તરફ દાડતા આવ્યેા. વિરૂદ્ધ આશયવાળા તે હાથીને જાણી દૃઢતર કેડ બાંધી ભીમકુમારે ધીર માવતની માફક ધીમે ધીમે તેને શાંત કરવાના પ્રારંભ કર્યાં,
તેટલામાં દેવહાથીની માફક તે હાથી મિત્રસહિત ભીમકુમારને પેાતાની પીઠ પર બેસારી આકાશમાગે ઉપડયા.
એરાવણ હાથી વડે ઇંદ્ર જેમ તે હાથી વડે આકાશમાગે ચાલતા ભીમકુમારે આ શુ' ? એમ પાછળ બેઠેલા પેાતાના મિત્રને પૂછ્યું. વિચાર કરી મતિસાગર મેલ્યા.
આકાશમાં ચાલવાથી આ હાથી નથી તેમજ શરીરે કજલ સમાન શ્યામ હૈાવાથી અરાવણ હાથી પણ નથી. માટે આ હાથીના રૂપમાં કોઈ દેવ અથવા અસુર હોવા જોઈએ. પરંતુ આપણને શા કારણથી તે લઇ જાય છે, તે હું જાણતા નથી.
તેઓ મને આ પ્રમાણે વાત કરતા હતા, તેટલામાં તે હાથીએ બહુ વેગથી દૂર જઈ કોઈ શૂન્ય નગરની નજીકમાં તે બંનેને મૂકી દીધા અને દેવની જેમ તે હાથી અદૃશ્ય થઇ ગયા.
શૂન્યનગર
ત્યારપછી રાજકુમાર પેાતાના મિત્રને ત્યાં જ મૂકીને પેાતે શૂન્ય નગરમાં ગયા. સ્વ શ્રીને જોનાર દેવાને પણ માહિત કરનાર અને સત્ર અપૂર્વ દેખાવ આપતી તે નગરની શેાભા અવલેાકન કરતા ભીમકુમાર ઉત્તમ વસ્તુઓથી ભરેલા કોઈ ખજારમાં ગયા.
ત્યાં તેણે એક સિ‘હુ જોચેા. જેના વિશાળ મુખમાં એક પુરુષ પકડેલા હતા. તે જોઇ ભીમકુમાર મનમાં સમજી ગયા.
આ કોઈ દુષ્ટ દેવનુ ચેષ્ટિત છે. એમ જાણી તે પુરુષને મુક્ત કરવા માટે ભીમકુમાર સિંહુની પાસે ગયે.
સિંહના મુખમાં રહેલે તે માણસ પણ ભયને લીધે ભીમકુમારને કઈ પણ કહેવા માટે શક્તિમાન થયા નહીં. પરંતુ હણાતા મકરાની માક દીન દૃષ્ટિએ તેના સન્મુખ જોઇ રહ્યો.