________________
૧૧
અન્તિમ ઉચ્ચાર કરતાં તેમના અજર અમર ત્યાગ કરી વગ ધામમાં પ્રયાણ કરી ગયે..
આત્મા નશ્વર દેહને
અન્તિમ દન માટે હજારા માનવા એકત્રિત થયા. મહેસાણા શહેરમાં પાખી પડી.
નજીકના અને દૂરના અનેક ગામા અને શહેરામાંથી ભક્ત સમુદાય અન્તિમ યાત્રામાં ભેગા લેવા ઉપસ્થિત થયા.
u
ભવ્ય સ્મશાન યાત્રા નીકળી, જૈન સ`ઘે નગરની બહાર પાવન પૂનિત દેહને અગ્નિ સંસ્કાર કર્યાં. આ જગ્યા ‘દાદાવાડી' ના નામે પ્રસિદ્ધ થઈ.
પંડિત બહેચરદાસને મહેસાણાથી આજોલ આવવાનું થયું'. આજોલ ગામમાં વૃદ્ધ યતિવ શ્રીના નવીક્ષિત શિષ્યને અધ્યયન કરાવવા સાથે શ્રાવક શ્રાવિકાવને પણ અધ્યાપનના લાભ આપ્યા.
યુતિવયશ્રીની પાસેથી અનુભવ જ્ઞાન મેળવવા સેવા, વૈયાવચ્ચ અને ઉપાસના કરી. મન્ત્રાદિકનુ જ્ઞાન મેળવ્યુ
વિ.સં. ૧૯૫૬ ની સાલમાં ભયંકર દુકાળ પડયેા. ગામે ગામ ફરી જનતામાં જીવદયાના પ્રચાર કરી ભૂખે મરતા પશુઓને બચા વવાનું સુંદર કાર્ય કર્યું.
વિ.સ. ૧૯૫૬ આસેા માસ મહિનામાં શાશ્વતગિરિ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થના સાનિધ્યમાં ત્યાગી, તપસ્વી, ચેાગી અને પરમ વૈરાગી મુનિવરની સેવા, ભક્તિ, વૈયાવચ્ચના લાભ લીધા.
દિવાળીના ત્રણ દિવસને અઠ્ઠમ તપ કરી શ્રી સિદ્ધગિરિરાજની તળેટીમાં શ્રી સરસ્વતી દેવીની ગુફામાં દેરીમાં ધ્યાન ધર્યુ. મન્ત્રજાપ કર્યાં.
કારતક સુદ ૧૫ ના દિને શ્રી સિદ્ધગિરિરાજની સ્પના કરી. આદીશ્વરજી દાદાની યાત્રા કરી, અષ્ટ પ્રકારી પૂજા કરી, જીવન ધન્ય બનાવ્યું.
વિ. સ. ૧૯૫૭ માગશર સુદ ૫ ના દિવસે પાલણપુરમાં બીરાજમાન પૂજ્યપાદ તપસ્વી મુનિવર્ય શ્રી સુખસાગરજી મ.સા. ના દન કર્યા. વ ંદન કરી સુખશાતા પૃચ્છા કરી.