________________
કમલાયક્ષિણી
૧૩૯. એમ વિચાર કરતે બહુ દુઃખથી પીડાયેલ તે દુષ્ટ કાપાલિક બહુ ક્રધાતુર થઈ ગયો અને બલાત્કારે તેને કાનમાંથી ખેંચીને કંદુકદડાની માફક ઉછાળીને આકાશમાં ફેંકી દીધો.
યંત્રથી ઉછાળેલા ગેળાની માફક તે આકાશમાગે ઘણો દૂર ગયે, જેથી તે મૂચ્છિત થઈ પૃથ્વી પર પડે છે, તેટલામાં સૂર્ય સમાન કાંતિમાન આકાશમાંથી પડતા ભીમકુમારને જોઈ
કેઈ યક્ષિણીએ પોતાના કરસંપુટમાં તેને લઈ લીધે, અને તરત જ તે યક્ષિણી સર્વ સંપત્તિઓના સ્થાનભૂત પિતાના સ્થાનમાં તેને લઈ ગઈ. શીત અને સુંદર ઉપચારથી તેની મૂછી દૂર કરી.
ત્યારબાદ વિમાન સમાન તે સ્થાન અને દિવ્યસ્વરૂપમય યક્ષિણીને જોઈ ભીમકુમારના હૃદયમાં મોટું આશ્ચર્ય થયું. કમલા યક્ષિણી
મધુરવરવડે કાનમાં અમૃતવૃષ્ટિની સારણિ–નીકને પૂર્ણ કરતી હોય તેમ, તે યક્ષિણ ભીમકુમાર પ્રત્યે બોલી.
હે દેવ! આ વિચાચલ પર્વત છે. જેનાં શિખરે આકાશને સ્પર્શ કરે છે, અને જે સુંદરતાને લીધે મેરુની માફક દેવેને પણ સેવવા લાયક છે.
લક્ષ્મીવડે સુંદર આ મંદિર મેં અહી ક્રિય લબ્ધિથી બનાવ્યું છે. કમલાનાએ હું યક્ષિણી છું. ક્રીડાની ઈચ્છાથી અહીં હું રહું છું.
હાલમાં હું આકાશમાર્ગે જતી હતી, તેવામાં તને નીચે પડત. જોઈ મારા કરકમલમાં મેં ઉત્તમ રત્નની માફક તને લઈ લીધે.
| તારા સૌંદર્યનું પાન કરવા માટે દેવીઓએ ખરેખર બ્રહ્મા પાસે પિતાનાં નેત્ર નિનિમેષ બનાવરાવેલાં છે.
વીરાગ્રણી ! તારા રૂપના દર્શનથી જ કામના બાવડે વીંધાયેલી હું તારા શરણે આવી છું. માટે મારું તું રક્ષણ કર.
અન્ય સ્ત્રીઓ પણ અન્ય પુરુષની પ્રાર્થના કરતી નથી. તેમાં વિશેષ કરીને ઉત્તમ દેવીએ તે કરે જ નહીં, છતાં હું તારી પ્રાર્થના કરૂ છું, માટે મારી અવગણના તું કરીશ નહીં.