________________
૧૩૬
કુમારપાળ ચરિત્ર વળી પાખંડીના પ્રસંગથી સમ્યકત્વ પણ નષ્ટ થાય છે. કારણકે, કાજીના સંગથી દૂધને સ્વભાવ પલટાયા વિના રહેતું જ નથી.
ભીમકુમાર બ. કુસંગથી સાધુપુરુષ દુષ્ટ થાય છે, એ તારૂં માનવું અસત્ય છે.
વિષધર–સર્પના આશ્રયથી મણિ વિષમય થતું નથી. સજજના અથવા દુષ્ટ પણ પિતાની પ્રકૃતિથી જ હોય છે. અન્ય વેગથી થતા નથી. વળી એક છેડામાં મણિ અને કાંકરે શું સમાન નથી રહેતું ?
તે સમ્યકત્વ પણ કેવું ? કે જે કુસંગવડે નષ્ટ થાય. શું તેવું પણ તેજ હેાય ખરું? કે જે અંધકારથી લીન થઈ જાય? આ પણ એક આશ્ચર્ય છે.
એ પ્રમાણે ભીમકુમારનું વચન સાંભળી મતિસાગર મંત્રી હસતે મુખે બે.
હે કુમારે ! આ તારે ઉત્તર પ્રકૃતિને છોડી અપ્રકૃતિનું પ્રતિપાદન કરવાથી પ્રતિવાદીના મતમાં અનિષ્ટકારક છે.
પરંતુ આ જીવ સ્ફટિકમણિની પાસમાં જે જે વર્ણના પદાર્થો મૂકવામાં આવે તે તે વર્ણ તેની અંદર પડે છે. - તે પ્રમાણે આ આત્માની અંદર ગુણેને આવિર્ભાવ થાય છે. માટે આ દુષ્ટ કાપાલિકને સંગ તારે કરવો નહીં. તે વચન ભીમકુમારે પણ માન્ય કર્યું.
ત્યારબાદ કૃષ્ણચતુર્દશીની રાત્રીએ તીર્ણ ખર્શ લઈ ભીમકુમાર તે પાખંડીની સાથે સ્મશાનમાં ગયે.
પછી કાપાલિકે સ્મશાનભૂમિમાં અખંડ એક મંડલ કર્યું અને પૂજનને પ્રારંભ કરી શિખાબંધન કરવાની ઈચ્છાથી ભીમકુમારના મસ્તક પર હાથ નાંખવાને વિચાર કર્યો. તેટલામાં ભયથી મુકત ભીમકુમાર બે .
હે ગીંદ્ર! મંત્રના નિયેગથી તું તારા અંગની રક્ષા કર. જેથી તને કોઈ પ્રકારની હાનિ થાય નહીં. મારે તે અંદર સત્વ-દૌર્યમય અને બહારથી શૌર્યમય રક્ષા રહેલી છે.