________________
૧૩૪
કુમારપાળ ચરિત્ર કાપાલિક આગમન
એક દિવસ ભીમકુમાર પોતાના સ્થાનમાં બેઠો હતો, તેવામાં સાક્ષાત્ કલાઓની મૂર્તિ સમાન કોઈક કાપાલિક પાખંડી ત્યાં આવ્યા.
જેના મુખમાં સુંદર કલા રહેલી છે. મસ્તકે જટા અને હાથમાં ત્રિશુળ હતું.
વળી શરીરની અતિશય કાંતિથી પુરાઈ ગયેલે સાક્ષાત રૂદ્રસમાન તે કાપાલિક જીગરને આશીર્વાદ આપી કુમારે દષ્ટિથી બતાવેલા આસન પર બેઠો.
સૂર્યસમાન અદ્દભુત કુમારની કાંતિ જોઈ કાપાલિક આશ્ચર્ય સાગરમાં ગરક થઈ ગયે અને સ્પષ્ટવાથી ભીમકુમાર પ્રત્યે બે.
હે બુદ્ધિમાન ! સ્ફાર ઉપકાર રૂપ પટહવડે તું બહુ દૂર હતો, પણ ઉદારસુગંધવડે ચંપકદ્રુમની માફક અમારી નજીકમાં હતે.
બહુ ખેદની વાત છે કે; આ દુનિયામાં કીડાસમાન કયા માણસો નથી જન્મતા?
જેની બુદ્ધિ હંમેશાં ઉપકારમાં નિરાબાધ પ્રવર્તે છે, તેજ પુરુષ જનમેલે ગણાય છે. गत्वाऽन्तर्दशनं तनोति शुचितां गव्यादिकुक्षिस्थित,
दुग्धीभूय जगद् धिनोति नयति ध्वंसं क्षुधां पाशवीम् । शीताद्यं विदलत्यवत्यरिगणात् प्राणान् परार्थेविति,
प्रौढ चेत्तृणमप्यहो ! ननु तदा वाच्यो महीयानू किमु ॥१॥
અહે! આ જગતમાં ઘાસ પણ દાંતની અંદર પલાઈને કુક્ષિમાં રહેલું ગવ્ય–વૃતાદિક બનીને મનુષ્યને શુદ્ધ કરે છે, દુગ્ધ થઈને જગતને તૃપ્ત કરે છે.
તેમજ તે પશુઓની સુધાને શાંત કરે છે. શીતાદિકને દૂર કરે છે. શત્રુઓથી પ્રાણની રક્ષા કરે છે.
આ પ્રમાણે ઘાસ પણ પ૫કારમાં ખરેખર શક્તિમાન થાય છે, તે મહાન પુરુષનું તે કહેવું જ શું ?