SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભવ રવરૂપ ૧૧૩ વ્યાપી ગયેલા ધનુષના ટંકારવ સાંભળી તે વનમાં ફરતા સઘળા પ્રાણીઓ ત્રાસ પામવા લાગ્યા. ત્યારપછી પરસ્પર અખંડિત કામગના રસમાં લુબ્ધ થયેલ એક મગનું જોડલું મારી નજરે પડયું કે તરત જ તેની ઉપર મેં પ્રાણાપહારી બાણ છોડયું. નજીકમાં ધનુષ ખેંચતાં મને જાઈ મૃગલે નાસવાને શકિતમાન હતે, પણ સગર્ભા મૃગલીના પ્રેમને લીધે વિચારમાં ને વિચારમાં તે નાશી શકે નહીં. પરંતુ અનન્ય સ્નેહને લીધે પિતાના શરીરવડે મૃગલીનું શરીર ઢાંકીને દીનની માફક ભયભીત એને જેતે આગળ ઉભે રહ્યો. આ સર્વ હકીકત જઈને પણ નિર્દયતાને લીધે કૃતન જેમ સકિયાને તેમ તે મૃગલીને મેં મર્મઘાતી બાણવડે વિધિ નાખી. બાણ વાગતાની સાથે જ મૃગલી પૃથ્વી પર પડી. ઉદર ચીરવાથી અંદરને ગર્ભ બહાર પડયો. મૃગલી તરફડીને મરણ પામી. મરેલી મૃગલીને જોઈ મૃગલાનું હૃદય પાકા ચીભડાની જેમ પ્રીતિ અને ભયને લીધે તેજ વખતે ફાટી ગયું, જેથી તે પણ મરી ગયે. ત્યાં જઈ મેં તપાસ કરી તે મૃગનું જોડલું મરી ગયું હતું અને કંઈક ચૈતન્ય હોવાથી ગર્ભ પૃથ્વી પર તરફડતે હતે. તે જોઈ મને અને મારી સ્ત્રીને ઘણે પશ્ચાત્તાપ થયે. જેથી મારું હૃદય બહુ બળવા લાગ્યું. અમે બંને જણે પિતાના તે કુકર્મને બહુ ધિકકાર આપો. જન્મથી આરંભી કઈ સમયે ધમએવા અક્ષર રૂપશલાકાવડે મારે કાન વીંધા નહોતે, છતાં પણ તે સમયે દૈવયેગે દયાભાવ સ્કરવાથી મને વિચાર થયે, શુદ્ધ બુદ્ધિવાળા પુરુષે મૃગયાને પાપવૃદ્ધિ કહે છે, તે સત્ય છે. જેની અંદર પ્રાણીઓને ઘાત કરનારી આવી અતિક્રરતા રહેલી છે. ભાગ-૨ ૮
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy