________________
ધન્ય છે સન્ત ને કેટી કેટી વંદન તેમના ચરણોમાં ! ! ધન્ય ધન્ય તેમનું જીવન! !! ધન્ય છે તેમની આધ્યાત્મિક સાધનાને !!
જીવ સૃષ્ટિના કલ્યાણ કાજે જીવન જીવનારા મહાન સતેને આ પૃથ્વી પરના માનવે કદી પણ વિસરશે નહિ !
સન્તના રક્ષણ કાજે ભારતવાસી પ્રજાજનો પ્રાણની પણ પરવા કરશે નહિં.
બાળક બહેચરને પુનિત સન્તના સત્સંગની લગન લાગી. મહા સંયમી સન્ત રત્નના દર્શન માટે બાળક બહેચર પહોંચી ગયે. - साधूनां दर्शन पुण्यम् ।
દર્શનીય મુનિઓના દર્શન કર્યા. હૈયાના ભાવ ભય હેતે વંદન કર્યા. પાવનકારી ચરણોને સ્પર્શ કર્યો. સન્તના પાવન ચરણેય મસ્તક ઝૂકાવી દીધું. | મુનિવરોની પ્રશાન્ત મુદ્રા, સાધનામય જીવન, જ્ઞાન, ધ્યાન અને સ્વાધ્યાયમાં લીનતા, અન્તર્મુખી જીવન ચર્યા. મુહપત્તિને સંપૂર્ણ ઉપગ રાખીને જરૂર પડે તે અલ્પ શબ્દોમાં જ બેસવાનું. અલ્પ ઉપધિ અને ઓછામાં ઓછી જરૂરીઆતે જીવન જીવવાનું !
સર્વોત્તમ સર્વ શ્રેષ્ઠ સાધુ જીવન બહેચરના આત્માને સ્પર્શી ગયું. અનાદિન સુષુપ્ત સંસ્કારે જાગૃત થયા. જાગૃત મન ભાવુક બન્યું. ભાવુક મનમાં ભવ્ય ભાવનાઓ ઉદ્દભવી.
અને ઉત્તમ સંસ્કારયુક્ત સાધનામય સંયમી જીવન જીવવાના કેડ જાગ્યા. જેનું પુણ્ય જાગૃત હેય, તેના મનના સર્વ કેડ વિના. પુરૂષાર્થે સિદ્ધ થાય છે.
બહેચરના મિત્રો ધાર્મિક જ્ઞાનની પ્રાપ્તિ માટે વિદ્યાશાળાએ જતા હતા. મિત્રોને બહેચરે પૂછયું.
હું આવું તે મને પ્રાધ્યાપક અભ્યાસ કરાવશે ને ? હા !! જરૂર. પ્રાધ્યાપક માયાળુ છે. જરૂર તને અભ્યાસ કરાવશે. તું આજે જ અમારી સાથે અભ્યાસ કરવા આવ.
બુદ્ધિશાળી બહેચરે એક જ કલાકમાં ફટાફટ નવકાર ગેખીને