________________
કુમારપાળ ચરિત્ર સમરશ્રી
મદનવતીનું વૃત્તાંત જાણું રાજપની સમરશ્રીએ પિતાના પતિને એકાંતમાં બોલાવી પ્રેમપૂર્વક મદનવતીનું વૃત્તાંત નિવેદન કર્યું.
સમરસિંહરાજાએ કહ્યું. હે દેવિ! પુત્રીને પરણાવવાનો વિચાર હું ઘણા દિવસથી કરતું હતું. પરંતુ તે ગુણવાન વર નહીં મળવાથી અનુઘમીની માફક હું છાને માને બેસી રહ્યો છું, પણ આપણી પુત્રી પિતે જ ગુણચંદ્ર પર પગવાળી થઈ છે, તે બહુ સારૂ થયું.
વળી હે પ્રિય ! સુંદર લક્ષ્મીવાન આ વર બહુ પુણ્યવડે ખરેખર મળી શકે, પરંતુ તે વણિકપુત્ર છે તેથી મારા મનમાં કંઈક ચિન્તા રહે છે.
બહુ ખુશી થઈ રાણી બોલી. હે સ્વામિ ! આ ચિંતા તમારે બીલ કુલ કરવી નહીં. કારણ કે, વણિકે પણ સામાન્ય હેતા નથી, તેમની અંદર અલૌકિક ગુણ હોય છે.
कुल शील सदाचारो-विवेको विनया नयः । शेयस्य च यशस्य च, वणिक्ष्वेवाऽखिल किल ॥ १ ॥
“કુલ, શીલ, સદાચાર, વિવેક, વિનય, નીતિ, શ્રેયસ અને ય એ સર્વ ગુણ વણિક જાતિમાં જે હોય છે. માટે આ પુત્રીને ગુણચંદ્રની સાથે જ પરણાવે, કારણકે, આ બંનેને સંબંધ ચાંદની અને ચંદ્રની માફક બહુ લાધ્ય છે.
એ પ્રમાણે પોતાની સ્ત્રીનું વચન અંગીકાર કરી ભૂપતિએ. તત્કાલ ગુણશ્રીને એકાંતમાં બેલાવી કહ્યું.
પ્રીતિરૂપ વેલડી અને મેઘની માફક દેવગે આપણું બંનેની તેવી મૈત્રી થઈ છે કે, જેથી કઈ પણ સ્થલે કંઇ પણ અંતર દેખાતું નથી, હાલમાં તેની દઢતાને માટે મારી પુત્રીને તું સ્વીકાર કર.
હે ગુણપાત્ર ! એણનું રૂપ સૌંદર્ય એવું છે કે જેની આગળ દેવીઓ તૃણસમાન દેખાય છે.
તે વાત સાંભળી ગુણશ્રી ચિંતાતુર થઈ ગઈ અને તે સમરસિંહ. રાજાને કહેવા લાગી.