________________
પ્રાણ પ્યારા પુત્રની ક્ષેમ કુશળતા માટે માતાએ પરમારા પર માત્માને પ્રાર્થના કરી.
હે પ્રભુ! હે મારા નાથ !હે મારા જીવનાધાર !!!” “મારા પ્રાણ પ્યારા લાડકવાયા પુત્રનું તું રક્ષણ કરજે !”
હર ઘડી અને હરપળે ઈષ્ટ દેવનું સમરણ કરનાર આર્યજને આપત્તિ, વિપત્તિ-અને ઉપસર્ગના વિસમ સમયે પણ ઈષ્ટ દેવનું વિમરણ કરતા ન હતા.
આવા હતા આર્ય ભૂમિના આર્યજનેના સુ–સંસ્કરે...... સંપત્તિમાં સ્મરણ કરે, વિપત્તિમાં યાદ કરે.
સંકટના સમયે પરમાત્માને પ્રાર્થના કરનારી આર્ય માતાની અન્તરની પ્રાર્થના પરમાત્માએ પોતે જ સ્વયં સાંભળી ન હોય, તેમ તે ભયંકર રીંગ આંખના માત્ર એક જ પલકારામાં તે કયાંયને કયાંય ગાયબ થઈ ગયે. ચારે બાજુ ઘણી ઘણી શોધ ખેાળ પરંતુ કયાંય પણ તેને પત્તો ન લાગે.
પ્રાણથી અધિક પ્યારા લાડકવાયા લાલને માતાએ હૈયાના નીતરતા હેતથી હૈયા સરસે લીધે. ચુંબીઓ ભરી ભરીને આનંદ-રસમાં ગરકાવ કરી દીધે.
સહુના હૈયામાં આનંદ આનંદ ઉભરાઈ ગયો. ઉછળતા હૈ ઉછાળી ઉછાળીને સહુએ લાડકવાયી લાલને રમાડ.
ગામના ગંદરે અને ખેતરના ખોળે બનેલી આ ગેબી ઘટના પવનની પાંખે સર્વત્ર પ્રસરી ગઈ. નેહિઓ, સ્વજને, સંબંધીએ સહુ ગૃહાંગણે ટોળે ટોળે ભેગા થયા. એક મેટો મેળે જામી ગયે.
ગામમાં ફરતાં એક સન્યાસી એલીયાએ આ વાત સાંભળીને શિવાભાઈ પટેલના ઘરે આવ્યા. બાળકના ભવ્ય લલાટ પર રમતી તેજસ્વી રેખાઓ જોઈને મુખમાંથી શબ્દો સરી પડયા.
'यह लडका बडा भाग्यशाली है । एक दिन सारा संसारका तेजस्वी सीतारा बडभागी संत होगा ।'