________________
૭૧
સરસ્વતી પ્રસાદ
તેમજ વિટપુરુષની સાથે રહેવું, ખેલવું, ફરવું, હસવું, ખાવું, પીવું, મળવું અને વાતચિત વિગેરેમાં પ્રાયે સમય ગાળો પણ પિતાને ઘેર આવતું ન હતું.
વિટપુરુષેએ એક દિવસ તેને બહુ સત્કાર કર્યો એટલે પુણ્ય સારના મનમાં આવ્યું કે, મારે પણ આ લોકોનો સત્કાર કરવા જોઈએ.
પિતાની પાસે કંઈપણ દ્રવ્ય નહોતું, તેથી તેણે પોતાની માતાને હાર ચેરી લીધો.
ધનશ્રીએ હારની તપાસ કરી, પણ કઈ જગ્યાએ તેને પત્તા લાગે નહીં, તેમજ પિતાના પુત્રે તે લીધે છે, એવી ભ્રાંતિ પણ તેણીના મનમાં થઈ નહીં.
ફરીથી પણ તેવા કારણને લીધે હજાર સોનૈયા તેણે પિતાના ઘરમાંથી ચેરી લીધા. કારણ કે, જેણે એક વખત ચેરી વિગેરેને સ્વાદ લીધે હોય છે, તે ફરીથી અટકતો નથી.
હાર અને ધનની ચેરી જાણી ધનસાર બહુ દુઃખી થયા. પછી તેણે પિતાના નોકરોને બોલાવી તિરસ્કાર પૂર્વક ધમકી આપીને પૂછયું. બેલે આ ચોરી કોણે કરી છે? તમારામાંથી કોઈ પણ માણસે આ ચોરી કરેલી છે. માટે સત્ય હકીક્ત જલદી કહે. પુણ્યસાર તિરસ્કાર
પુણ્યસારે આ ચોરી કરેલી તે બાબત એક તેના સેવકના જાણવામાં હતી, તેથી તેણે કહ્યું. હે શ્રેષ્ઠિ! આ બંને પ્રકારની ચોરી તમારા પુત્રે કરી છે.
તે સાંભળતાં જ ધનસારને ક્રોધ આવી ગયે. પુત્રને તરત જ પિતાની પાસે બોલાવ્યો. અતિ રોષથી તાપી ગયેલ હોય, તેમ પરુષ વાણીમાં કહ્યું.
રે અનાર્ય ! પંડિત પાસે તને કલાભ્યાસ માટે મૂક્યા હતા, તેને સર્વથા ત્યાગ કરી વિટપુરુષ સાથે તું ફરતાં શિખે. રે! શું આ ચાર થઈ ગયો?