________________
૪૧
દીવ્યપુરૂપ સમૂહeભૂમંડલને આનંદ આપતા પૂર્ણ ચંદ્રની જેમ અભયંકર કુમાર મનહર યુવાવસ્થાને દીપાવવા લાગે.
દેવાંગનાઓને વિમોહિત કરનાર અને અદ્દભુત કાંતિમય તેનું તારૂણ્ય જોઈ કેઈપણ એવી સ્ત્રી હતી કે, તેને વરવા માટે પિતાના મનમાં ઈચ્છા ન કરે? દીવ્યપુરુષ
એક દિવસ તે રાજકુમાર પિતાના ઘરમાં સૂતે હતે. રાત્રીના અને એ જલાશયની પાર રહેલા વનમાં પિતાને જોઈ આ શું ? એમ કહી તે એકદમ બ્રાંત થઈ મનમાં સંકલ્પ કરતે હતે. તેવામાં ત્યાં દિવ્ય મૂર્તિ ધારી કેઈપણ પુરુષ તેને મળ્યો અને તે સ્પષ્ટ રીતે કહેવા લાગ્યા કે,
હે કુમાર ! તું બીલકુલ ગભરાઈશ નહીં, હું પોતે જ તને અહીં લાવ્યો છું, તેનું કારણ ક્ષણમાત્ર પછી તરત જ તારા જાણવામાં આવશે.
તે સાંભળી કુમાર બહુ ખુશી થયો અને કંઈક બેલવાનો વિચાર કરે છે, તેટલામાં તે દીવ્યપુરૂષ વિજળીની માફક અંતર્ધાન થઈ ગયે. તેટલામાં સન્માર્ગને બતાવનાર ભૂપતિની માફક સૂર્ય ઉદય થયે.
સર્વ પ્રકારની અનીતિની માફક રાત્રીને ક્ષય થયું. તે સમયે સમગ્ર અંધકાર સૂર્યના ભયથી જેમ એકઠું થઈને ઘુવડના નેત્રામાં પિશી ગયું. અન્યથા તેનું અંધપણું કયાંથી હોય?
દિન-દિવસ=કિવા ભાગ્યને ઉદય થવાથી હું પિતે ચાલીને સુત્ર સંકુચિત કિવા નિરૂઘમીને આશ્રય કરું છું, એમ વિજ્ઞ પુરૂષને જણાવતી હોય તેમ લક્ષમી શેભા કિંવા લક્ષમીદેવીએ કમલ વનને આશ્રય લીધે.
દેશાંતરથી આવેલા પિતાના સ્વામીની માફક સૂર્યને જોવા માટે પશ્વિનીએ આનંદથી પત્રરૂપી નેત્રનો વિકાસ કર્યો.
પ્રભાતનો સમય બહુ રમણીય જોઈ તે કુમાર વનની અંદર ફરવા લાગ્યા. સર્વ ઋતુઓથી સુશોભિત તે વનમાં વસંતની શોધમાં ફરતે કામદેવ હોય ને શું ? તેમ તે દીપતે હતે.