________________
હર
કુમારપાળ ચરિત્ર સદ્દગૃહસ્થ શેઠીઆઓ સતત ધારાઓથી સેના રૂપાની વૃષ્ટિ કરવા લાગ્યા. વર્ષાકાલમાં મયૂરનાં ટોળાં જેમ યાચકલેકે બહુ આનંદ પામ્યા.
વળી હેમચંદ્રાચાર્ય સૂરિપદ પામ્યા, તે સમયે ભવ-સંસાર ભયભીત થઈ ગયે,
અમાંગલિક કાર્યોના અભાવ થયે. મિથ્યાત્વની જાગ્રતી બંધ પડી. કુવાસના દેશાંતર ચાલી ગઈ, ધર્મકાર્ય આનંદથી પ્રવૃત્ત થવા લાગ્યા, સંયમની સ્કુરતી થવા લાગી, તપની જાગ્રતી થઈ અને
સર્વત્ર જ્ઞાનને વિકાસ થવા લાગ્યું હોય તેમ દેખાવા લાગ્યું. સિદ્ધરાજ
એક દિવસ તે નગરનો રાજા સિદ્ધરાજ ઘોડેસવાર થઈ રાજપાટીએ ફરવા નીકળે, તેવામાં તેણે રાજમાર્ગમાં સામે આવતા હેમચંદ્ર આચાર્યને જોયા ત્યારે અદ્દભુત કાંતિમય તેમની મૂર્તિ જોઈ રાજાના મનમાં બહુ આશ્ચર્ય થયું. તેથી તેણે પોતાને હાથી ઊભું રાખીને કહ્યું. | મુનીંદ્ર ! આ સમયે કંઈક બેલે. એકદમ ગજેને રોકી ઉભા રહેલા રાજાને જોઈ હેમચંદ્રાચાર્ય આનંદ પૂર્વક સમયોચિત એક શ્લેક બોલ્યા :सिद्धराज ! गजराजमुच्चकैः, कारय प्रसरमेतमग्रतः । संत्रसन्तु हरितां मतङ्गजा-स्तैः किमद्य भवतैव भूभृता ॥१॥
સિદ્ધરાજ નરેશ ! આ ગજેરુદ્રને તું આગળ ચલાવ. દિશાએના હાથીઓ ભલે ત્રાસ પામી ચાલ્યા જાય. તેઓની હવે કંઈપણ જરૂર નથી, કારણ કે,
ખરેખર આ પૃથ્વીને ધારણ કરનાર હવે તું જ છે.”