________________
દીક્ષામહોત્સવ
૨૫ જે જે ભંડારે ખુલ્લા કરી જુવે છે, તે તે નિધાનમાં તેના દુર્ભાગ્યને લીધે કેવલ કોલસા ભરેલા હતા.
તે જોઈ શેઠ તે એકદમ પિતાની છાતી ફૂટવા લાગે અને આમ તેમ મસ્તક ફેડવા મંડી પડયે, એમ બાહ્ય અને આંતરિક પીડાને લીધે ક્રોધાયમાન સર્પના કરડવાથી જેમ તત્કાળ તે મૂછ પામ્યો અને પૃથ્વી પર પડી ગયે.
ક્ષણમાત્ર પછી તે ધીમે ધીમે સચેતન થયે, એટલે રંકની માફક દીન સ્વરે વિલાપ કરવા લાગે. ' અરે ! દેવ! આવું દારૂણ દુઃખ મને શા માટે તે આપ્યું? વેપાર વિગેરેમાં રહેલી બહારની લહમને સંહાર કરવાથી તારા હૃદયમાં સંતોષ ન થયે! જેથી ભેચમાં દાટેલા ગુપ્ત ભંડાર પણ તે ખાલી કરી નાખ્યા.
બહારનું ધન કદાચિત ચાલ્યું જશે, તે પણ અંદરનું ધન મારે ઉપયોગી થશે, એવી બુદ્ધિથી મેં આ કામ કર્યું હતું, તે પણ રચના તે વૃથા કરી.”
રે દેવ ! જ્યાં સુધી મને રથરૂપી રથના વિશાલ અને ગહન માર્ગમાં તું પ્રતિકૂલ નથી થતું, ત્યાં સુધી મનુષ્યની બુદ્ધિ સ્ફરે છે, શાસ્ત્રના સિદ્ધાન્ત યાદ આવે છે, પરાક્રમ ઉલ્લાસ પામે છે અને ઉચ્ચ પ્રકારનો મહિમા પ્રાપ્ત થાય છે.
અથવા એ તારે સ્વભાવ છે કે, ધનવાન પુરુષ ભિક્ષુકની માફક નિર્ધન બને છે અને નિર્ધન હોય તે ચક્રવત્તીની માફક લક્ષમી વાન થાય છે.
એમ વિલાપ કરી દૌર્યથી પિતાનું હૃદય દઢ રાખી તેણે તે કેલસાઓ બહાર કઢાવીને બહાર ઘરના એક ખુણામાં ઢગલે કરા. ત્યાર બાદ ધનદ શ્રેષ્ઠી મહાજનમાં શરમાવા લાગ્યો અને બહુ કષ્ટથી દુઃખ અવસ્થાના દિવસોને નિર્ગમન કરવા લાગ્યો.
એક દિવસ સોમચંદ્ર મુનિ સહિત વીરચંદ્ર ગણી આપત્તિને ભાંગવા માટે જેમ ફરતા ફરતા ભિક્ષા લેવા માટે તે શેઠના ઘરમાં ગયા.