________________
દીક્ષા મહોત્સવ
૨૩ તે સમયે સ્કુરણયમાન સારસ્વત મંત્રના પ્રભાવથી સૂર્યની પ્રભા જેમ સોમચંદ્રની બુદ્ધિ સર્વ સ્થાનમાં-મતમાં પ્રસાર પામી.
બાદ સરસ્વતીનાં નવીન રચેલાં તેત્રેવડે શેષ રાત્રી નિગમના કરીને કૃતાર્થ થયેલા સેમચંદ્ર પ્રભાતકાલમાં પોતાના ગુરુ પાસે ગયા.
સૂર્યના પ્રકાશથી પ્રફુલ્લ થયેલા કમલને જોઈ ભ્રમર જેમ દેવચંદ્રસૂરિ સરસ્વતીના પ્રસાદથી ભવ્ય કાંતિમય પિતાના શિષ્યને જોઈ બહુ ખુશી થયા.
બાદ સોમચંદ્ર સરસ્વતી પ્રસન્ન થયાનું રાત્રિ વૃતાન્ત નિવેદન
તે સાંભળી ગુરુ મહારાજ પોતે પ્રસન્ન થઈ તેમની સ્તુતિ કરવા લાગ્યા, કારણે કે “ગુણવાન અને સુપાત્રની પ્રશંસા કશું ન કરે ?
શ્રીમતી વાદેવીને પ્રસાદથી સોમચંદ્ર મુનિ ચારે વિદ્યાઓના તત્વજ્ઞાતા થયા અને સર્વકના સંશયરૂપ અંધકારને સૂર્યની માફક ફર કરવા લાગ્યા.
અન્યદા દેવચંદ્રસૂરિએ પિતાના શિષ્ય સાથે ત્યાંથી વિહાર કર્યો. અને ગામેગામ વિચરતા ભવ્યજનને ઉદ્ધાર કરતા તેઓ નાગપુર નામે નગરમાં ગયા.
ત્યાં આગળ હંમેશાં સૂરીશ્વર ધર્મોપદેશરૂપી અમૃતના પ્રવાહ વડે તે નગરના વિવેકશાળી ભવ્યાત્મરૂપ વૃક્ષને સિંચવા લાગ્યા.
સેમચંદ્ર મુનિ પિતે બાલવયમાં હતા, છતાં પણ દ્વિતીયાન ચંદ્રની માફક એક વિદ્વત્તારૂપી કલાને લીધે સર્વ વિદ્વાનેને વંદનીય થયા
હવે તેજ નગરમાં પરલોકના બહુમાનને લીધે ગૌરકાંતિવાળે બહુ ધનવાન અને માન્ય ધનદ નામે એક શ્રેણી રહેતે હતે.
તે શેઠ ટોળાને નાયક અન્ય હાથીઓ વડે જેમ પ્રતિ દિવસ બહુ મહિમાને લીધે યોગ્યતાને પાત્ર બનેલા પુત્ર પૌત્ર અને દૌહિત્રના પરિવારથી બહુ વધી ગયે.
સદભાગ્યને લીધે તેના ત્યાં લહમીદેવીએ વાસ કર્યો હતો અને