________________
. ૩૩
પ્રકાશકીય પરમ પૂજય, ગિનિષ્ઠ આચાર્ય ભગવન્ત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. સા ના પટ્ટધર મહાન શાસન પ્રભાવક પ્રસિદ્ધ વકતા આચાર્ય ભગવન્ત શ્રીમદ્દ અજિતસાગર સૂરીશ્વરજી મહારાજે સંસ્કૃત ભાષામાં તેમજ ગુજરાતી ભાષામાં અનેક ગ્રન્થની રચના કરી જૈન શાસન ઉપર મહાન ઉપકાર કર્યો છે.
ગુજરાતી ગ્રન્થ પૈકી (૧) ભીમસેન-ચરિત્ર (૨) સુર-સુંદરી ચરિત્ર ભા. ૧-૨ (૩) સુપાર્શ્વનાથ ચરિત્ર ભા. ૧-૨-૩ તથા (૪) અજિતસેન શીલવતી ચરિત્ર સંસ્કૃત ગ્રન્થનું પ્રકાશન કાર્ય પૂર્ણ થયા બાદ અમેએ કુમારપાળ-શસ્ત્રિ' ભા. ૧-૨ ગ્રન્થના પ્રકાશન શરૂ કર્યું.
આજે “કુમારપાલ ચરિત્ર' પ્રથમ ભાગનું પ્રકાશન કરતાં મહુડી (મધુપુરી) જૈન વે. મૂર્તિ. દ્રઢ આનંદ અનુભવે છે.
પૂજ્યપાદ્દ પરમોપકારી આચાર્ય ભગવન્ત શ્રીમદ્દ અજિતસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ વિરચિત ગ્રન્થના પુનઃ પ્રકાશન માટે અમોને પ્રેરણા આપનાર પરમ પૂજ્ય પ્રશમરસ નિધિ આચાર્ય ભગવંત શ્રીમત કીર્તાિસાગર સુરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પરમપૂજય પ્રવચન પ્રભાવક, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ સુબોધ સાગર સૂરીશ્વરજી મ. સા. ના મહાન ઉપકારનું સ્મરણ કરી અનુણી બની આનંદ અનુભવીએ છીએ.
પુણ્યમયી આર્યભૂમિના અઢાર રામાં જીવદયા પ્રવર્તાવનાર પુણ્યકકી કુમારપાળ મહારાજાના જીવનચરિત્રની વિ. સં. ૧૪રરમાં સંસ્કૃત ભાષામાં મહાન કવિ શ્રી જયસિંહ સૂરીશ્વરજી મહારાજાએ રચના કરીને અનુપમ ઉપકાર કર્યો છે. અને પરમ પૂજ્ય, શાસ્ત્રવિશારદ, આચાર્ય શ્રીમદ્દ અજિતસાગર સૂરીશ્વરજી મહારાજાએ ગૂર્જર ભાષામાં અનુવાદ કરીને મહાન ઉપકાર કર્યો છે.
કુમારપાલ ચરિત્ર ગ્રન્થનું વારંવાર પુનઃ પુનઃ પરિશીલન કરી સર્વ ભાવિક આત્માઓ હવ-જીવનને ધન્ય બનાવે એજ શુભેચ્છા...
પ્રકાશક