________________
૨૪૨
કુમારપાળ ચરિત્ર પછી ભૂપતિએ અરજને કાષ્ટના પાંજરામાં પૂરી પિતાના સન્યની વચ્ચે લવરા.
તે સમયે કુમારપાલના સૈન્યમાં હૃદયને આનંદ આપનાર જયધ્વનિ થે.
વાઈના નાદ થવા લાગ્યા. જેમના સાંભળવાથી વરીઓના કાન બહુ પીડાવા લાગ્યા.
તેમજ તે ચૌલુક્યનું સૈન્ય જોઈ કેહણાદિક સામતે લજજા પામ્યા અને ભયને લીધે કંપવા લાગ્યા, એમાં કંઈ આશ્ચર્ય નથી.
કારણ કે, સ્વામી હિઓના હૃદયમાં ભીતિ રહ્યા કરે છે.
પરંતુ કુમારપાલે મસ્તક કાપવા તૈયાર થયેલા એવા પણ તે સામંતને ઠપકે આપે નહીં, કારણ કે તેવા સજજન પુરુ મહાસાગરની માફક ગંભીર હોય છે.
ત્રણ રાત્રી સુધી પિતાનાં સૈન્યમાં અર્ણોરાજને રાખે, પછી વસ્ત્રાદિક અલંકાર પહેરાવી રાજ્ય આપી પિતાને બનેવી જાણ કુમાર પાલે તેને વિદાય કર્યો.
તે પણ પિતાના સ્થાનમાં ગયે. જીવતે મરેલાની માફક હૃદયમાં બહુ પીડાને ધારણ કરેતો તે વિચાર કરવા લાગે.
અહો ! હાસ્ય કરવાથી કે દુઃખસાગર મને પ્રાપ્ત થયે.
જેની અંદર જીવિત, વંશ અને રાજ્ય એ સર્વે લોઢાની માફક ડૂબી જાય છે.
વળી લેકે કહે છે કે, હાસ્ય કરવું તે અધુર ગણાય છે.
એ વાકય સર્વથા અસત્ય છે. કારણકે પરિણામે મૃત્યુ થવાથી હાસ્ય એજ સંપૂર્ણ વૈર છે.
અથવા હાસ્ય કરવાથી શું? આ દુઃખ માત્ર મારી સ્ત્રીએ જ હોય છે.
ખરેખર હું માનું છું કે, દુઃખરૂપી ઝાડનું મૂલ સ્ત્રીઓ જ હોય છે.