________________
શ્રાવક સમુદાયમાં અગ્રગણ્ય રાજર્ષિ કુમારપાળ દેવ, મહામાત્ય ઉદયન, રાજપિતામહ આમ્રભર દંડનાયક શ્રીવાગભટ, રાજઘટ્ટ ચાહક, અને સેલાક વિગેરે રાજવગીય તેમજ પ્રજાવર્ગીય શ્રીમંત લક્ષાવધિ ભક્ત હતા.
વિવિધ તપશ્ચર્યાવડ ધમને વધારતા ચંદ્ર કુમુદને જેમ જૈન ધર્મને વિકસ્વર કરતા શ્રી હેમચંદ્રસૂરીશ્વરે ચેરાશિ વર્ષનું આયુષ પૂર્ણ કરી અદ્ભુત જ્ઞાનના અતિશય વડે પોતાના આયુષની સમાપ્તિ જાણી પિતાના ગુરુ ભાઈ શ્રી પ્રદ્યુમ્નસૂરિને ગચ્છની ભલામણ કરી. બાદ પોતાના શિષ્ય સમુદાયને આનંતિ સંબંધી વિવિધ પ્રકારની અમૃતસમાન દેશના આપી.
તે સાંભળી શ્રી કુમારપાલનું હૃદય ભરાઈ આવ્યું. સૂરીશ્વરે મિષ્ટ વચને વડે રાજાને શાંત કર્યો. અંત સમયમાં ધ્યાનવડે ઈદ્રિયને રોધ કરી બહુ સમય સુધી સમાધિપૂર્વક આત્મચિંતન કરતાં સૂરીશ્વરે બ્રહ્મરંધ્ર દ્વારા પ્રાણ ત્યાગ કર્યો.
વિ. સં. ૧૨૨૯ માં અખિલ ભૂમંડલને શોકસાગરમાં ડૂબાવી શ્રીમાન કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય રૂપ અલૌકિક ચંદ્ર અસ્વંગત થયે. ખરેખર શ્રી હેમચંદ્રાચાર્ય એક અદ્વિતીય મહાપુરૂષ હતા.
તેમના સંબંધમાં પ્રો. પીટર્સન લખે છે કે, “હેમચંદ્ર એ મહાન આચાર્ય હતા. દુનિયાના કેઈપણ પદાથ ઉપર તેમને તિવમાત્ર પણ મેહ નહતો. તેમજ તે મહાત્માએ પિતાની મોટી આયુષ અને જોખમદાર છંદગીને ખરાબ કામમાં ન રેકતાં સંસારના ભલા માટે વ્યતીત કરી હતી તેઓએ કરેલા સુકૃત્ય બદલ આ દેશની પ્રજાએ તેમને માટે ઉપકાર માનવે જોઈએ.” ધાર્મિક જીવન
શ્રી કુમારપાળ ભૂપતિના સમયમાં પાટણનગરમાં ૧૮૦૦ કરોડાધિપતિ વસતા હતા. કેઈપણ દુઃખી માણસને જોઈ તેઓ તેની સહાય કરતા હતા. પોતાની પ્રજાને આમવત પાળતા હતા. ગુણનારાગી હતા. અને દુર્ણથી દૂર રહેતા હતા.
એમની પ્રકૃતિ ધર્મમયી હતી. સત્યવાદી અને નિર્વિકાર દષ્ટિવાળા હતા. તેમજ પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીને તેઓ મા અને બહેન સમાન માનતા હતા. મહારાણું ભોપાળદેવીના મરણ પછી જન્મ પર્વત બ્રહ્મચર્યવ્રત પાળતા હતા.
રાજકીય લોભથી દૂર રહેતા અને માંસ ભવાદિક અભક્ષ્ય પદાર્થોને સર્વથા તેમને ત્યાગ હતો. દીન દુખી અને યાચક વર્ગને અગણિત દાન આપતા હતા. ગરીબ અને અશક્ત શ્રાવકના નિર્વાહ માટે લાખ રૂપિયા રાજ્યના ખજાનામાંથી વાપરતા હતા.