SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ કોઈપણ પાષાણુની આગળ મસ્તક નમાવવું સારૂં, પણ કૃતઘ્ન અને મૂખ એવા આ પશુ આગળ નમન કરવુ. ઉચિત નથી. માટે જો મારૂ' કહેવુ', તમે માના તે આ મૂખને મારી તેના સ્થાનમાં કાઇ બીજા ચૌલુકયને સ્થાપન કરીએ. ચરપ્રેસર કાનમાં પ્રવેશ કરેલાં તેનાં વચનાને મસ્તક ધુણાવવાથી અરૂચિવડે દૂર કરતા હાય તેમ સામાએ વિક્રમસિંહને કહ્યુ હે સ્વામિ ! આવું શૈાચનીય વચન તમે કેમ ખેલે છે ? કારણ કે ચંદ્ર કોઈ દિવસ વિષવૃષ્ટિ કરે નહી.. આપના કુલમાં કોઈ દિવસ કેઈએ પણ પ્રથમ સ્વામી દ્રોહ ક નથી. હાલમાં તમે સ્વામી દ્રોહ કરશે તે જરૂર કુલને કલંક જરૂર દાયક થશે.. ગંગાના જલ સમાન પવિત્ર આપના સરખા નીતિમાન રાજાએ પણ કદાચિત સ્વામીદ્રોહ કરે તેા અધમ પુરુષાનુ' તેા કહેવુ' જ શું ? यस्माद् भस्मीभवति महिमा दाववहेरिव द्रु, चैन श्याम भवति च कुलं कज्जलेनेव वस्त्रम् 1 यस्योदर्कः प्रथयति मुनेः शापवत्तापमन्त वैरात्स्नेहादपि न कुतिभिस्तद्विधेयं विधेयम् ॥१॥ દાવાનલથી વૃક્ષની જેમ જેથી મહિમા ભસ્મ થાય, કાજલ વડે વજ્રની જેમ જે વડે કુલને કલંક લાગે અને મુનિના શ્રાપની માફક જેના પરિણામ અંતઃકરણમાં પીડા ઉત્પન્ન કરે, તેવુ` કા` બુદ્ધિમાન પુરુષોએ વૈરથી અથવા સ્નેહથી પણ કરવુ નહી. તેમજ જેવા તેવા પણ સ્વામી અને પિતાની સેવા કુલવાન પુરુષોએ કરવી જ જોઈએ, એમ વિદ્વાનાનું માનવું છે. આ રાજા ચૌલુકચ વંશમાં જન્મેલેા છે, એટલું જ નહી. પણ શ્રીસિદ્ધરાજના સ્થાનમાં બેઠેલા છે. માટે ગુણહીન હાય તેા પણુ દેવની માફક આપણે એમની સેવા કરવી જોઈએ.
SR No.022733
Book TitleKumarpal Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy