________________
મૂળરાજ
૨૦૯ ઇંદ્રના પ્રતાપને ખંડિત કરનાર અને રણસંગ્રામમાં ખજ ઉતારનાર એવા ધનુષધારી સુભટોએ બાણેનું નાટક રચ્યું. જેથી તે બાણે ગૂજના હૃદયને ભેદી તેમના પ્રાણ સાથે ઈર્ષાથી જેમ અદશ્ય થઈ ગયા.
વળી વિપક્ષ સુભટોએ કેટલાકને ચૂર્ણની જેમ પિષી નાખ્યા. કેટલાકને મુષ્ટિના આઘાતવડે સ્થિર કર્યા. કેટલાકને હૃદયભેદી બાવડે મર્મસ્થળમાં જખમી કર્યા. કેટલાકને યુદ્ધમાંથી નાસતા જીવતા પકડી લીધા. કેટલાકને પિતાના ભુજબળની ચપળતાવડે ચક્રબંધથી બાંધી લીધા.
અસહ્ય શત્રુઓના બાણરૂપી પ્રચંડ પવનથી હણાયેલા ચૌલુકયના સુભટ રણભૂમિમાંથી પક્ષીઓની માફક પલાયન થઈ ગયા.
પર્વતમાંથી જેમ તે રણસંગ્રામમાંથી પ્રગટ થયેલી નદીએ ખથી હણાયેલાં મસ્તકોની શ્રેણીઓમાંથી ઝરતા રૂધિરવડે પૂરાઈ ગઈ અને તેઓ બંને કાંઠાઓમાં જેસથી વહેવા લાગી. ગુર્જરેદ્ર વિજય
પ્રથમ પ્રસન્ન થયેલી લહમીદેવીએ આપેલા વરદાનથી અધિક પરાક્રમી શ્રી કુમારપાળરાજા પિતાના રીન્યને ક્ષય જાણી રાવણ હાથીની માફક યુદ્ધ કરવા તૈયાર થયા.
વર્ષાઋતુના મેઘની માફક કુમારપાળે ધારાબંધ બાણવૃષ્ટિ કરી. જેથી શત્રુઓના સુભટરૂપી સૂર્ય મંડળ ઢંકાઈ ગયું.
વળી તે ગૂર્જરેશ્વરના બાણેને છેદી નાખે તેવો કઈ પણ બાણાવળી,
કેઈ બકતધારી, કેઈ ધનુષધારી, કેઈ ખગ્નધારી; કઈ પદાતિ અને કઈ સવાર પણું નીકળે નહીં.
તેમજ કેટલાકને કેશ પકડીને, કેટલાકને છાતી દબાવીને, કેટલાકને મસ્તક છેદીને મૂચિત કર્યા.
એટલું જ નહીં પણ તે સમયે કુમારપાળરાજા મૃત્યુની જેમ કયા શત્રુઓને મરણદાયક ન થયે?
પતે એકાકી છતાં પણ કુમારપાળરાજાએ ઈંદ્ર જેમ દેને તેમ શત્રુઓના સમગ્ર બળને હટાવી દીધું.