________________
મૂળરાજ
૨૦૭
ww.
સૌરાષ્ટ્રને અધિપતિ પિતાના દેશમાં રહેતું નથી અને મગધદેશને રાજા બહુ આપત્તિમાં આવી પડ્યો છે.
આશ્ચર્ય માત્ર એટલું છે કે, મહા પરાક્રમી જેના ભુજને પ્રતાપ શત્રુઓમાં ફેલાએ તેમની સ્ત્રીવર્ગના વિધવ્ય ચિહેવડે સ્પષ્ટ દેખાય છે.
તે ગૂર્જરેશ્વર ચૌલુકય શ્રીકુમારપાળરાજા ભૂમંડલને વિજય કરતે અહીં આવેલ છે. અને તે મારા મુખથી તને જણાવે છે કે,
હે બુદ્ધિમાન ! તે વૃત્તાંત તું સાંભળ.
જે તું હંમેશાં આનંદની ઈચ્છા કરતે હોય તે સ્વર્ણ, અશ્વ, ધન વિગેરે અખંડ દંડ આપીને જલદી મને પ્રસન્ન કર. અન્યથા પરિવાર સહિત તને યમરાજાનો અતિથિ કરીશ અને આ તારા નગરને પણ હું અરણ્ય તુલ્ય કરીશ.
આ પ્રમાણે દૂતનું વચન સાંભળી સર્વ સભાના લોકો પણ ક્ષોભ પામ્યા અને વાયુના પ્રકંપથી પ્રાસાદ પર રહેલી ધવજશ્રેણીની માફક કંપવા લાગ્યા. મૂળરાજ
મૂળરાજનૃપતિ બહુ ધાતુર થઈ ગયો અને બ્રકૂટીના મિષથી ક્રોધાગ્નિના ધૂમતેમને ધારણ કરતા હોય તેમ તે બેલવા લાગે.
રે દૂત ! ભૂતની માફક તું જેમ તેમ શું બેલે છે? તારા વિના બીજે કઈ આવી રીતે બોલી શકે નહીં.
છે. જો કે તારે રાજા તો મૂર્ખ છે, પણ તુંએ કેમ મૂર્ણ થયે છે? અથવા જે સવામી હેય, તે તેને પરિવાર પણ હોય છે.
આ કુકર્મ કરવાને તૈયાર થયેલા તારા સ્વામીને કોઈ મંત્રીએ પણ ન સમજાવ્યું કે, તુછ બુદ્ધિને લીધે તે અગ્નિમાં પડવાની ઈચ્છા કરે છે.
વળી હે દૂત ! જંગલની અંદર મદોન્મત્ત ગજેને કે વશ કરે?
ગિરિગુફામાં સુતેલા સિંહને કણ જગાડવાને તૈયાર થાય? વાસમાન કઠિન પર્વતને મુષ્ટિવડે કણ ચૂર્ણ કરે ?